કેન્દ્રનો નાગરિકતા ધારો મુસ્લિમ વિરોધી નથીઃ નીતિન ગડકરી

13 January, 2020 04:34 PM IST  |  Mumbai

કેન્દ્રનો નાગરિકતા ધારો મુસ્લિમ વિરોધી નથીઃ નીતિન ગડકરી

નીતિન ગડકરી

કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘નાગરિકતા સુધારા કાયદો મુસ્લિમ વિરોધી નથી. એનડીએ સરકાર એ કાયદા દ્વારા દેશના મુસલમાનોને અન્યાય કરતી નથી, પરંતુ કૉન્ગ્રેસ વોટ બૅન્કનું રાજકારણ ખેલવા માટે ગેરસમજ ફેલાવે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલા દેશમાં અત્યાચારોનો ભોગ બનેલા સ્થાનિક ધાર્મિક લઘુમતી સમુદાયોના લોકોને નાગરિકતા આપવા વિશેનો કાયદો ભારતના મુસ્લિમ વિરોધી નથી. સરકાર ફક્ત ભારતમાં રહેતા વિદેશી ઘૂસણખોરો વિશે ચિંતિત છે.’

આ પણ વાંચો : કેન્દ્રના નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ધારાવીમાં વિશાળ મોરચો

બીજેપી અને આરએસએસના સમર્થનથી સ્થાનિક સંસ્થાએ યોજેલી જાહેર સભાને સંબોધતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘મુસલમાનોએ સમજવું જોઈએ કે કૉન્ગ્રેસ એમના સામુદાયિક વિકાસમાં મદદરૂપ થઈ શકે એમ નથી. કૉન્ગ્રેસે તમારે માટે શું કર્યું? હું મુસલમાન સમુદાયને કૉન્ગ્રેસનું કાવતરું સમજવાનો અનુરોધ કરું છું. આપ સૌનો સામુદાયિક વિકાસ ફક્ત બીજેપી કરી શકશે, કૉન્ગ્રેસ નહીં કરી શકે. તમે સાઇકલ રિક્ષા ચલાવતા હતા અને અમે તમને ઇલેક્ટ્રિક રિક્ષા આપીને પગભર થવામાં મદદ કરી અને કૉન્ગ્રેસે તમને વોટ મશીનની માફક વાપર્યા છે.’

mumbai mumbai news nitin gadkari caa 2019 cab 2019 citizenship amendment act 2019