મુંબઈ: આવતી કાલે મોબાઇલ દુકાનદારોનું ભારત બંધ

07 January, 2020 07:49 AM IST  |  Mumbai

મુંબઈ: આવતી કાલે મોબાઇલ દુકાનદારોનું ભારત બંધ

થાણેમાં મોબાઈલના દુકાનદારોએ ગઈ કાલે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

ભારતમાં અત્યારે મોબાઇલના અંદાજે ૧ લાખ દુકાનદારો છે જેઓ આ વ્યવસાયમાં ચાલી રહેલી કેટલીક ગેરરીતિનો વિરોધ દર્શાવવા માટે આવતી કાલે દેશભરમાં તેમની દુકાનો બંધ રાખશે. આ જ દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં દેશભરમાંથી પહોંચેલા ૨૫૦૦૦ જેટલા દુકાનદારો આ વ્યવસાયમાં તેમને થઈ રહેલી મુશ્કેલી બાબતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે.

આ આંદોલનના એક ભાગરૂપે ગઈ કાલે થાણેના ૧૨૦ દુકાનદારોએ ભેગા થઈને શાંતિ-પ્રદર્શન કર્યું હતું. આમાંના કેટલાક દુકાનદારો દિલ્હીમાં કરવામાં આવનારા આંદોલનમાં સામેલ થશે.

આ પણ વાંચો : ક્વીન ઑફ ડેક્કન ટ્રેન માટે રાજવી ઠાઠની ડાઇનિંગ કાર

ઑલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ અસોસિએશનની કૉર કમિટીના સભ્ય અને થાણેમાં મોબાઇલની દુકાન ધરાવતા રાજુ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોબાઇલના વ્યવસાયમાં ચાલતી કેટલીક ગેરરીતિ અને દુકાનદારોને થતી મુશ્કેલી બાબતે સરકાર સુધી અવાજ પહોંચાડવા આવતી કાલે દેશભરની અંદાજે ૧ લાખ મોબાઇલની દુકાનો બંધ રહેશે.’

mumbai mumbai news