શહેરની તમામ હેરિટેજ સાઇટ પર હશે એકસરખાં સાઇનબોર્ડ

29 December, 2019 01:44 PM IST  |  Mumbai | Arita Sarkar

શહેરની તમામ હેરિટેજ સાઇટ પર હશે એકસરખાં સાઇનબોર્ડ

ફાઈલ ફોટો

મુંબઈ મહાનગરપાલિકાએ ફોર્ટમાં આવેલી સીએસએમટીની વિક્ટોરિયન ગોથિક ઇમારત સહિતના હેરિટેજ સ્ટ્રકચર્સનાં સાઇનબોર્ડ ચેન્જ કર્યા બાદ એ જ પ્લાનને આધારે હવે મુંબઈ શહેરના અન્ય હેરિટેજ ઇમારતોના સાઇનબોર્ડ બદલવાનો નિર્ણય લીધો છે. આ વિશે માહિતી આપતાં એક અધિકારીએ કહ્યું હતું કે ‘તેઓ આ માટે અર્બન ડિઝાઈન કૉમ્પિટિશનનું આયોજન કરશે, જેના કારણે આર્કિટેક્ચરોને પણ તેમની ડિઝાઇન દર્શાવવાની તક મળશે. એક્સપર્ટ જ્યુરી દ્વારા તેમાંથી બેસ્ટ ડિઝાઈન પસંદ કરાશે.’ 

યુનેસ્કોએ આપેલી ગાઇડલાઇન હેઠળ ફેડરેશન ઑફ રેસિડેન્ટસ ટ્રસ્ટ(ફોર્ટ) દ્વારા પ્લાન રજૂ કરાયો હતો, જેમાં ૯૪ હેરિટેજ ઇમારતો માટેના અલગ સાઇનબોર્ડ મૂકવા જણાવ્યું હતું, પણ પાલિકાના અધિકારીઓએ હવે આખા શહેરના સાઇનબોર્ડ માટે એેક જ પ્રકારની ડિઝાઈન વાપરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો : બે લાખથી વધુની લોન હશે તો લોનમાફી નહીં : ઉદ્ધવ ઠાકરે

આ વિશે જણાવતા પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે એક કૉર્પોરેટ કંપનીએ જાહેર જગ્યાઓના સુશોભીકરણ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાંથી આઇડિયા આવ્યો હતો. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે પાલિકા આ માટે એક સ્પર્ધાનું આયોજન કરવાનું વિચારી રહી છે જેમાં દેશ-વિદેશના આર્કિટેક્ચરો દ્વારા વિવિધ નાગરિક સુવિધા જેવા કે સ્ટ્રીટ ફર્નિચર, ડસ્ટબીન, સ્ટ્રીટ લાઇટ, રોડનું નામ દર્શાવતાં સાઇનબોર્ડ અને ઝાડની આજુબાજુની ઝાળીની ડિઝાઇનો મગાવાશે. જે ડિઝાઈન પસંદ કરાશે તેને આખા શહેરની સુવિધાઓમાં વપરાશે.

mumbai mumbai news oval maidan brihanmumbai municipal corporation