મધ્ય રેલવેના અનેક બ્રિજ વારંવાર ઇન્સ્પેક્શનની ડ્યુ ડેટ ચૂકી જાય છે

20 December, 2019 02:05 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

મધ્ય રેલવેના અનેક બ્રિજ વારંવાર ઇન્સ્પેક્શનની ડ્યુ ડેટ ચૂકી જાય છે

બ્રિજ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) અને રેલવે તંત્રે મુંબઈની લોકલ ટ્રેન સર્વિસના મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેનાં સ્ટેશનોના ૪૪૫ રોડ ઓવર બ્રિજ (આરઓબી) અને ફુટઓવર બ્રિજ (એફઓબી)નું જૉઇન્ટ સૅફ્ટી ઑડિટ કર્યા પછી કેટલાક બ્રિજ તોડીને નવા બાંધવાની વિધિ શરૂ કરવામાં આવી હતી. એ સંદર્ભમાં ઇન્સ્પેક્શન શેડ્યુલ્સ તથા અન્ય વિગતોનાં બોર્ડ્સ પણ બધા ફુટઓવર બ્રિજ પર મૂકવામાં આવ્યાં હતાં, પરંતુ તાજેતરમાં ‘મિડ ડે’એ થાણે અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ની વચ્ચેના ૧૯માંનાં ૧૩ મહત્ત્વનાં સ્ટેશનોના તમામ બ્રિજની સ્થિતિ તપાસી હતી. એ નિરીક્ષણ-સર્વેક્ષણમાં પાંચ બિઝી સ્ટેશનોના ૮ બ્રિજનું ઇન્સ્પેક્શન સમયસર નહીં થવાને કારણે એમની સ્થિતિ ચિંતાજનક જણાય છે.

પીક અવર્સ સિવાય પણ ભીડ હોય એવાં જે પાંચ સ્ટેશનોના આઠ બ્રિજની સ્થિતિ ચિંતાજનક જણાઈ છે. એ સ્ટેશનોમાં દાદર, ભાયખલા, ચિંચપોકલી અને પરેલનો સમાવેશ છે. વારંવાર ઇન્સ્પેક્શન શેડ્યુલ ચૂકી જવાયું હોય એ સંજોગોમાં પ્રવાસીઓની સુરક્ષા સામે પ્રશ્ન ઊભો રહે છે. અમુક સ્ટેશનો પર ઇન્સ્પેક્શન શેડ્યુલનાં બોર્ડ્સ છે અને અમુક સ્ટેશનો પર ઇન્સ્પેક્શન કે અન્ય વિગતોનાં કોઈ બોર્ડ્સ નથી.

સીએસએમટી સ્ટેશન પર ઇન્સ્પેક્શન શેડ્યુલના સાઇનેજ પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯નું નિર્ધારિત શેડ્યુલ પાર પડાયું પછી હવે નેક્સ્ટ શેડ્યુલ ડિસેમ્બર ૨૦૨૦માં છે. મસ્જિદ બંદર સ્ટેશન પર દક્ષિણ તરફના બ્રિજનું ઇન્સ્પેક્શન શેડ્યુલ લખવામાં આવ્યું નથી. અન્ય બ્રિજનું નેક્સ્ટ ઇન્સ્પેક્શન શેડ્યુલ જાન્યુઆરી ૨૦૨૦માં નિર્ધારિત છે. ભાયખલા સ્ટેશન પર દક્ષિણ અને ઉત્તર તરફના બન્ને બ્રિજનું ઇન્સ્પેક્શન છેલ્લે એપ્રિલ ૨૦૧૯માં કરવામાં આવ્યું હતું, પરંતુ નવેમ્બર ૨૦૧૯નું નિર્ધારિત ઇન્સ્પેક્શન શેડ્યુલ ચૂકી જવાયું છે. બોર્ડ્સ પર બન્ને બ્રિજ પ્રવાસીઓ માટે સુરક્ષિત દર્શાવવામાં આવ્યા છે. ચિંચપોકલીમાં પણ ઇન્સ્પેક્શનની ડ્યુ ડેટ ચૂકી ગયા હોવાનું સ્પષ્ટ જણાય છે. પરેલ સબર્બન ટર્મિનસ સ્ટેશન પર નવેમ્બર ૨૦૧૯નું નિર્ધારિત ઇન્સ્પેક્શન પૂરું કરાયા પછી નેક્સ્ટ ઇન્સ્પેક્શન મે ૨૦૨૦માં નિર્ધારિત દર્શાવવામાં આવ્યું છે. રોજ પાંચ લાખથી વધારે મુસાફરોની અવરજવર ધરાવતા દાદર સ્ટેશનના સબર્બન લાઇનમાં સૌથી મોટા ગણાતા ૧૨ મીટર પહોળા મધ્યવર્તી બ્રિજમાં ઇન્સ્પેક્શનની ડ્યુ ડેટ નવેમ્બર ૨૦૧૯માં વીતી ગઈ છે. ત્યાં બોર્ડ પર સુરક્ષિત ગણાવાયેલા ફુટઓવર બ્રિજ નંબર-૩નું છેલ્લે ઇન્સ્પેક્શન નવેમ્બર ૨૦૧૯માં કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : નાગરિકતા કાયદો: CSMT નજીક તરફેણમાં માત્ર 100 લોકો જ હાજર રહ્યા

દક્ષિણ તરફના ફુટઓવર બ્રિજ નંબર-૪ની ઇન્સ્પેક્શનની ડ્યુ ડેટ નવેમ્બર ૨૦૧૯માં વીતી ગઈ છે. માટુંગાના બ્રિટિશ કાળમાં બંધાયેલા બધા જૂના બ્રિજની અને સાયન રેલવે સ્ટેશન પર દક્ષિણ તરફના બ્રિજની ઇન્સ્પેક્શનની ડેડલાઇન રેલવે તંત્ર ચૂકી ગયું છે. થાણે સ્ટેશન પર ફુટઓવર બ્રિજના ઇન્સ્પેક્શન શેડ્યુલના સાઇનેજ યોગ્ય જગ્યાએ જોવા મળતા નથી અને ત્યાં એક જૂનો ફુટઓવર બ્રિજ તોડીને નવેસરથી બાંધવાની કાર્યવાહી ચાલી રહી છે.

mumbai news central railway rajendra aklekar matunga mumbai railways mumbai trains