સિંચાઈ કૌભાંડમાં અજિત પવારને એસીબીની ક્લીન ચિટ

21 December, 2019 09:17 AM IST  |  Mumbai

સિંચાઈ કૌભાંડમાં અજિત પવારને એસીબીની ક્લીન ચિટ

અજિત પવાર

વિદર્ભ ઇરિગેશન ડેવલપમેન્ટ કૉર્પોરેશન (વીડીઆઇએસ)ના ૧૨ પ્રોજેક્ટ્સના કૌભાંડમાં એનસીપીના નેતા અજિત પવારને ક્લીન ચિટ આપતું ઍફિડેવિટ ગઈ કાલે ઍન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ મુંબઈ વડી અદાલતની નાગપુર બેન્ચને સુપરત કર્યું હતું. અજિત પવાર રાજ્યના સિંચાઈ ખાતાના પ્રધાન હતા ત્યારે તેમણે આ કૌભાંડ કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

૧૯ ડિસેમ્બરની તારીખ ધરાવતા ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની પૂછપરછ અને તપાસમાં ઉક્ત કૌભાંડમાં અજિત પવારની ભૂમિકાના અનુસંધાનમાં કોઈ ગુનાહિત જવાબદારી નોંધાઈ નથી.

આ પણ વાંચો : ટીબીઝેડની સ્પષ્ટતા, એ અમારી કંપની નથી

અગાઉ રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકારની શપથવિધિના આગલા દિવસે ૨૭ નવેમ્બરે વડી અદાલતની નાગપુર બેન્ચને સુપરત કરવામાં આવેલા ઍફિડેવિટમાં વિદર્ભ પ્રાંતમાં સિંચાઈ યોજનાઓને મંજૂરી અને અમલમાં કહેવાતી ગેરરીતિઓના કેસમાં અજિત પવારની સંડોવણીને નકારવામાં આવી હતી.

mumbai news mumbai ajit pawar nationalist congress party