મુંબઈ: CSMT દુર્ઘટનામાં એક આરોપીની થઈ ધરપકડ

19 March, 2019 01:13 PM IST  | 

મુંબઈ: CSMT દુર્ઘટનામાં એક આરોપીની થઈ ધરપકડ

પોલીસે ગઈ કાલે ડી. ડી. દેસાઈ અસોસિએટેડ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઍન્ડ ઍનલિસ્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નીરજ દેસાઈની ધરપકડ કરી હતી. તસવીર : આશિષ રાજે

CSMT સ્ટેશન નજીકનો હિમાલય ફુટઓવર બ્રિજ ગયા ગુરુવારે તૂટી પડવાની ઘટનામાં આઝાદનગર પોલીસે ફરિયાદ નોંધી હતી. આ દુર્ઘટનામાં છ જણનાં મોત થયાં હતાં અને ૩૧ લોકોને ઈજા થઈ હતી. BMCના વિજિલન્સ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયરના નિષ્કર્ષ બાદ કમિશનરે કડક પગલાં લઈને પાંચ જણની સામે પગલાં ભર્યાં હતાં.

પોલીસે આ મામલામાં ડી. ડી. દેસાઈ અસોસિએટેડ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઍન્ડ ઍનલિસ્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના અને આ પુલના સ્ટ્રક્ચરલ ડિઝાઇનર અને મેકૅનિકલ એન્જિનિયર નીરજ દેસાઈની ગઈ કાલે ધરપકડ કરી હતી.

ઝોન-૧ના DCP અભિષેક ત્રિમુખેએ ગઈ કાલે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘પોલીસને પ્રાથમિક તપાસનાં તારણોમાં એવું જાણવા મળ્યું છે કે એક્સપર્ટ આ ઘટનામાં ઇન્વૉલ્વ છે. તેને ખબર છે કે તેની બેદરકારીને કારણે લોકોનો જીવ જઈ શકે છે. એથી અમે આ મામલામાં ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૪(A)ને ફરિયાદમાંથી રદ કરીને કલમ ૩૦૪-II (જાણીજોઈને એવું કાર્ય કરવું જેને લીધે કોઈના મૃત્યુનું કારણ હોય, પરંતુ તેને મૃત્યુ દેવાના ઇરાદાથી કર્યું ન હોય વગેરે આ કલમ અન્વયે આરોપીને ૧૦ વર્ષની સજા તેમ જ આર્થિક દંડ અને બન્ને થઈ શકે છે)નો ઉમેરો કર્યો છે અને નીરજ દેસાઈની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : મુંબઈ: જાતીય શોષણનો અંત લાવવા માટે પ્રેમી સાથે મળીને મહિલા કર્મચારીએ બૉસનું કાસળ કાઢ્યું

આ મામલામાં અમે BMCના ચીફ એન્જિનિયર સંજય દરાડેનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવામાં આવ્યું છે. આ મામલામાં અન્ય સંબંધિત અધિકારીઓનાં સ્ટેટમેન્ટ પણ લેવામાં આવશે.’

chhatrapati shivaji terminus mumbai news brihanmumbai municipal corporation