મુંબઈ : સ્ટેડિયમ બાદ વિરોધને આકાશ સુધી લઈ ગયા પ્રદર્શનકારીઓ

16 January, 2020 10:19 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : સ્ટેડિયમ બાદ વિરોધને આકાશ સુધી લઈ ગયા પ્રદર્શનકારીઓ

કાર્ટર રોડ પર આવેલી એક ઇમારતમાં પતંગ ઉડાડતા પ્રદર્શનકારીઓ.

મકર સંક્રાન્તિના દિવસે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ)નો વિરોધ કરનારા મુંબઈના વિદ્યાર્થીઓએ ‘નો સીએએ’ અને ‘નો એનઆરસી’નો સંદેશ લખેલા પતંગ ઉડાવવાની સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સ્થળ વિશે ભારે ચર્ચા કર્યા બાદ બાંદરામાં કાર્ટર રોડની એક ઇમારતના ધાબા પર આ અનોખો વિરોધ હાથ ધરાયો હતો.

પસાર થઈ રહેલા પ્રત્યેક દિવસ સાથે મુંબઈના યંગસ્ટર્સ સીએએ, નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશિપ અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) વિરુદ્ધ વિરોધ નોંધાવવાના નવતર માર્ગો શોધી રહ્યા છે. માર્ગો પર ઘણા વિરોધ અને રૅલીઓનું આયોજન કર્યા બાદ ગેટવે પર અને ત્યાર બાદ પતંગ પર છે એ જ પ્રકારના સીએએ અને એનઆરસીને લગતા સંદેશા ધરાવતાં ટી-શર્ટ્સ પહેરીને સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટની રમત મારફત વિરોધ નોંધાવ્યા બાદ તેમણે બુધવારે આ જૂથ-પ્રવૃત્તિ હાથ ધરી હતી. અવનવી પ્રવૃત્તિઓ દ્વારા વિરોધ નોંધાવવાના આ માર્ગો ટૉક ઑફ ધ ટાઉન બની રહ્યા છે.

આ પણ વાંચો : ફ્લાઇટમાં ઝાયરા વસીમની સતામણી કરવા બદલ આરોપીને 3 વર્ષની સખત કેદની સજા

એક બિલ્ડિંગના ધાબા પર આશરે ૨૦ સહભાગીઓ પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે અન્ય ઘણા લોકો સંદેશ ફેલાવવા માટે બિલ્ડિંગની નીચે રાહ જોઈ રહ્યા હતા. સીએએ સામે વિરોધ નોંધાવવા માટે શહેરમાં યુવાનોને ગતિશીલ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ (ટીઆઇએસએસ)ના પીએચડીના વિદ્યાર્થી ફહાદ અહેમદે મકરસંક્રાન્તિના રોજ યોજાયેલા આ કાર્યક્રમ વિશે જણાવ્યું હતું કે ‘અમે વિરોધ નોંધાવવા માટે રૅલી સાથે માર્ગો પર અને કૉલેજ પર ગયા છીએ. હવે અમારો સંદેશ પહોંચાડવા માટે અમે આકાશને કબજે કરવા માગીએ છીએ. આવું ફક્ત મુંબઈમાં જ થઈ રહ્યું છે એવું નથી, નો સીએએ, નો એનપીઆર જેવા સંદેશા સાથેના પતંગ દેશભરમાં આકાશમાં ઉડાડવામાં આવી રહ્યા છે. કેરળ, તેલંગણ અને અન્ય સ્થળોએ પણ આવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.’

marine drive girgaon kites mumbai news pallavi smart