મુંબઈ: બાંદરા સ્ટેશનના સ્ટૉલમાં ઉંદરો ફરતા દેખાતાં રેલવેએ દંડ ફટકાર્યો

01 April, 2019 12:39 PM IST  |  મુંબઈ

મુંબઈ: બાંદરા સ્ટેશનના સ્ટૉલમાં ઉંદરો ફરતા દેખાતાં રેલવેએ દંડ ફટકાર્યો

બાંદરા ફૂડ સ્ટોલમાં ઉંદર ફરતો દેખાયો

કુર્લા રેલવે-સ્ટેશન પર આવેલા ફૂડ-સ્ટૉલમાં અસ્વચ્છતાનું ઉહાદરણ તાજું હતું ત્યારે બીજો એક વિડિયો બાંદરા રેલવેના ફૂડ-સ્ટૉલનો આવ્યો છે. બાંદરા રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે પર આવેલા પરમાર ચણાસિંગ સ્ટૉલમાં પાણીની બૉટલોના કાઉન્ટરમાં ઉંદર ફરતો હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ વેસ્ટર્ન રેલવે ઑથોરિટી દ્વારા પરમાર સ્ટૉલને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરમારને સ્ટૉલમાં પેસ્ટ કન્ટ્રોલ અને સફાઈ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

પરમાર સિંગચણા સ્ટૉલ પર ભેળ, કચોરી, ભજિયાં, વડાપાંઉ, ચૉકલેટ અને બિસ્કિટ સહિત પાણીની બૉટલો મળે છે. આ સ્ટૉલમાં પાણીની બૉટલ મૂકવાના એક કાઉન્ટરમાં ઉંદર ફરતો હોવાનો વિડિયો એક મુસાફર દ્વારા લઈને રેલવેમાં ફરિયાદ કરવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર રવીન્દ્ર ભાખરે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારીને સફાઈકામ કરવાનો આદેશ આપ્યો છે.

બાંદરા સ્ટેશનના જે સ્ટૉલનો વિડિયો અમારી પાસે આવ્યો હતો એમને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે એમ જણાવવીને રવીન્દ્ર ભાકરે કહ્યું હતું કે ‘આ સાથે પરમાર સ્ટૉલને પેસ્ટ કન્ટ્રોલ કરવાનું કહ્યું છે. અન્ય સ્ટૉલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે સ્ટૉલમાં સ્વચ્છતા નથી એવા તમામ સ્ટૉલધારકોને દંડ કરવામાં આવ્યો છે.’

આ પણ વાંચો : મુંબઈ: MBA CETની પરીક્ષામાં ટીચર-સ્ટુડન્ટની જોડી પ્રથમ દસ ક્રમાંકમાં

બીજી બાજુ એસ. પી. પરમાર સ્ટૉલના મૅનેજર ક્રિષ્ના શર્માએ કહ્યું હતું કે ‘અમે અમારા સ્ટૉલમાં દર વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ છતાં ઉંદર કાઉન્ટરમાં કેવી રીતે આવ્યો એ આર્યની વાત છે. રોજના કેટલાય ઉંદરો રેલવેના ટ્રૅક પર ફરતા હોય છે. તેઓ હૉર્નનો અવાજ સાંભળીને અહીં-ત્યાં ભાગી જાય છે અને એ જ ઉંદરો ફૂડ-સ્ટૉલમાં આવી જાય છે.’

bandra western railway mumbai railways mumbai news