માતાથી વિખૂટા પડેલા બાળ દીપડાની તબિયત કથળતાં સારવાર અટકાવાઇ

07 December, 2019 02:01 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

માતાથી વિખૂટા પડેલા બાળ દીપડાની તબિયત કથળતાં સારવાર અટકાવાઇ

બુધવારે સવારે યેઉરમાંથી આ દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું

માંડ એક મહિનાના માતાથી વિખૂટા પડી ગયેલા દીપડાના બચ્ચાને જીવતો રાખવા તેને બચાવનારાઓ ઘણી મહેનત કરી રહ્યા છે. બે દિવસ પહેલાં દીપડાના બચ્ચાને બચાવ્યો ત્યારથી વન વિભાગના અધિકારીઓ બચ્ચાને તેની માતાથી મેળવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ બચ્ચાની કથળતી જતી તબિયતને ધ્યાનમાં રાખતા હવે તેમણે આ કાર્ય થોડા સમય માટે અટકાવવાનો નિર્ણય લીધો છે.

બુધવારે સંજય ગાંધી નૅશનલ પાર્કના યેઉર રેન્જમાં મોર્નિંગ વૉક માટે નીકળેલા કેટલાક લોકોએ દીપડાના બચ્ચાને જોઈ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ ૨૦ દિવસ કરતાં પણ નાના આ બચ્ચાને એક બાસ્કેટમાં મૂકી તેની માતા બચ્ચાને શોધવા આવશે એ આશાએ જ્યાંથી મળ્યું તે જ સ્થળે મૂક્યું હતું. બે દિવસ સુધી રાહ જોવા છતાં માદાં દીપડા બચ્ચા પાસે આવી નહોતી.

વન વિભાગના અધિકારીઓએ સંબંધિત સ્થળે સીસીટીવી કૅમેરા લગાવી માદાં દીપડાને શોધવાની કોશિશ કરી હતી. એસજીએનપીના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે દીપડાનું બચ્ચું લાંબા સમયથી તેની માતાથી જુદું રહ્યું હોવાથી તેની તબિયત કથળી રહી છે, અમે બચ્ચાનો તેની માતા સાથે મિલાપ કરાવવાની પૂરી કોશિશ કરીશું.

mumbai news ranjeet jadhav sanjay gandhi national park