મેટ્રો કારશેડ પ્રકરણ: નવાં રોપાયેલાં વૃક્ષોમાંથી 64 ટકા સુકાઈ ગયાં

20 November, 2019 12:05 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

મેટ્રો કારશેડ પ્રકરણ: નવાં રોપાયેલાં વૃક્ષોમાંથી 64 ટકા સુકાઈ ગયાં

આરેમાં પ્રત્યારોપણ કરાયેલાં અડધા કરતાં વધુ વૃક્ષો સુકાઈ ગયાં.

મેટ્રો રેલવેનું કારશેડ બાંધવા માટે જગ્યા ખુલ્લી કરવા આરે કૉલોનીમાં કાપવામાં આવેલાં વૃક્ષોના ટ્રાન્સપ્લાન્ટેશન માટે અનેક બાંયધરીઓ અપાયા છતાં અત્યાર સુધીમાં અન્યત્ર રોપવામાં આવેલાં વૃક્ષોમાંથી ૬૦ ટકા સુકાઈને ખતમ થઈ ગયાં છે. વડી અદાલતે નિયુક્ત કરેલી વૃક્ષ સમિતિએ રોપણીના સ્થળની મુલાકાત લેતાં જાણવા મળ્યું હતું કે ત્યાં રોપાયેલાં ૧૦૬૦ વૃક્ષમાંથી ૬૮૦ વૃક્ષ સુકાઈ ગયાં છે. 

મુંબઈ ન્યૂઝ : મુંબઈ: ડ્રગ્સના કેસમાં દોઢ વર્ષથી ફરાર મહિલા ઘાટકોપરથી પકડાઈ

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને કારશેડ માટે કાપેલાં વૃક્ષો આરે કૉલોનીની અંદરનાં જુદાં-જુદાં સાત ઠેકાણે ફરી રોપ્યાં હતાં. યુનિટ-૨૦, ગેટ નંબર ૨૦, ગેટ નંબર ૨૫/૬, પિકનિક પૉઇન્ટની સામેનું સ્થળ, કારશેડ ડેપોની જગ્યાની પાસે-મીઠી નદીની નજીક, દુર્ગાનગર અને ગેટ નંબર ૩૨ પાસે નવાં વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. આરે કૉલોનીની અંદરનાં વૃક્ષો બચાવવા માટે સંઘર્ષ કરતાં ઍક્ટિવિસ્ટ ઝોરુ ભાથેનાએ વૃક્ષોની ફરી રોપણીનાં સ્થળોની મુલાકાત લીધા બાદ એમાંથી ૬૦ ટકા વૃક્ષો સુકાઈને ખતમ થઈ ગયાં હોવાનું જણાવ્યું હતું.

mumbai news save aarey aarey colony goregaon mumbai metro