દહાણુમાં ભારે વરસાદમાં 50 વર્ષ જૂનો ‌બ્રિજ તૂટ્યો

18 September, 2019 11:42 AM IST  |  મુંબઈ

દહાણુમાં ભારે વરસાદમાં 50 વર્ષ જૂનો ‌બ્રિજ તૂટ્યો

દહાણુમાં ‌બ્રિજ તૂટી પડતાં લોકોની હાલત કફોડી બની છે.

દહાણુમાં પડેલા ભારે વરસાદને કારણે નાની નદી પર બંધાયેલો ૫૦ વર્ષ જૂનો ધુંદલવાડી અને અમ્બેસરીને જોડતો ‌બ્રિજ સોમવારે અચાનક વચ્ચેથી તૂટી પડ્યો હતો જેને કારણે બે ગામ વચ્ચેનું જોડાણ તૂટી ગયું છે. નીચે વહી રહેલી નદીમાં તૂટેલો ભાગ પડ્યો છે. ‌બ્રિજ તૂટતાં સ્થા‌નિક લોકોએ મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે થઈને ૨૫ ‌કિલોમીટર જેટલું લાંબું અંતર કાપીને આ બે ગામમાં જવાનો વારો આવ્યો હોવાથી ભારે તકલીફ વેઠવી પડે છે. જોકે પીડબ્લ્યુડી વરસાદ બંધ થાય એની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ‌બ્રિજનું ‌રિપેરિંગ કરી શકે.

આ પણ વાંચો : મેટ્રો કારશેડના સ્થળની આસપાસ 125 મિનિટમાં 143 પક્ષીઓ જોવા મળ્યાં

દહાણુના સાર્વજ‌નિક બાંધકામ ‌વિભાગના એન્જિ‌નિયર ધનંજય જાધવે કહ્યું કે ‘તાત્પૂરતો વરસાદ રોકા, જાય તો ‌બ્રિજનું ‌રિપે‌‌રિંગ કરવામાં આવશે, જેથી કામચલાઉ વાહનચાલકો એનો ઉપયોગ કરી શકે. બ્રિજના રિપેરિંગની સાથોસાથ ‌બાંધકામ વિભાગ ૫૦ ‌કિલોમીટર લાંબો રોડ પણ બનાવશે.’

dahanu mumbai news mumbai rains