એસી લોકલમાં ફિલ્મો, ટીવી-શો ટૂંકમાં જોવા મળશે

27 February, 2020 09:57 AM IST  |  Mumbai Desk | Rajendra B Aklekar

એસી લોકલમાં ફિલ્મો, ટીવી-શો ટૂંકમાં જોવા મળશે

એસી લોકલ ટ્રેનની મુસાફરીને વધુ આકર્ષક બનાવવા માટે પશ્ચિમ રેલવે એક નવો પ્રયોગ અજમાવી રહી છે. ઍર-કન્ડિશન્ડ લોકલ ટ્રેન તથા અન્ય બે ટ્રેનો–મુંબઈ દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને મુંબઈ ચેન્નઈ એક્સપ્રેસમાં ટૂંક સમયમાં જ હાઈ ક્વૉલિટી ફિલ્મો અને ટીવી-શો દર્શાવવામાં આવશે.

ભારતીય રેલવેઝની ટ્રેનોમાં કન્ટેન્ટ ઑન ડિમાન્ડ (સીઓડી) સેવામાં પ્રાયોગિક ધોરણે ચાર ટ્રેનો પસંદ કરવામાં આવી છે.
પ્રથમ તબક્કા માટે માત્ર ગણીગાંઠી ટ્રેનો જ પસંદ કરવામાં આવી છે ત્યારે આખરી તબક્કામાં મેઇલ એક્સપ્રેસ ટ્રેનની ૧૫૧૬ પેરને અને લેડીઝ સ્પેશ્યલ લોકલ ટ્રેનની ૨૧ પેર સહિતની સબર્બન ટ્રેન સર્વિસની આશરે ૨૮૬૪ પેરને આવરી લેવામાં આવશે.
કન્ટેન્ટ કેવી રીતે કામ કરશે એની સમજૂતી આપતાં પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે ‘પ્રવાસીઓને ટ્રેનની અંદર તેમના પર્સનલ ડિવાઇસ પર ફિલ્મો અને ટીવી-શો ઉપલબ્ધ થઈ શકશે. મુસાફરોએ શુગર બૉક્સ તરીકે ઓળખાતી ઍપ ડાઉનલોડ કરવાની રહેશે, જેના થકી કન્ટેન્ટ પૂરી પાડવામાં આવશે.’

ટ્રેનમાં ઑન-બોર્ડ મીડિયા સર્વર ફિટ કરવામાં આવશે જે ફક્ત મોબાઇલ ઍપ્લિકેશન થકી ઍક્સેસ કરી શકાય એવી કન્ટેન્ટ ધરાવતું હશે.

ભાકરે ઉમેર્યું હતું કે ‘આ પ્રોજેક્ટ હેઠળ ટ્રેનમાં સેવા સ્વરૂપે ડેટા, ઑડિયો અને વિડિયો કન્ટેન્ટના સ્વરૂપમાં ઇન્ફોટેઇનમેન્ટ પૂરું પાડવામાં આવશે અને તમામ પર્સનલ ડિવાઇસ પર ઉપલબ્ધ બનાવવામાં આવશે.’

સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘ચેન્નઈ એક્સપ્રેસ સેન્ટ્રલ રેલવેની મહત્ત્વની ટ્રેનોમાં સ્થાન પામે છે અને ટ્રેનમાં પ્રવાસીઓના સમગ્રતયા અનુભવને બહેતર બનાવવા ક્ષેત્રે કાર્યરત છીએ. તાજેતરમાં જ અમે મુંબઈ અને ચેન્નઈ વચ્ચેનું અંતર આશરે ૨૦ કિલોમીટર જેટલું ઘટાડીને અને લગભગ બે કલાક જેટલો સમય ઘટાડીને ટ્રેનની ઝડપ વધારી છે.’

rajendra aklekar mumbai mumbai railways indian railways