જપાનની ક્રૂઝ શિપ પર ફસાયેલી મીરા રોડની મહિલાની ઘરવાપસી

27 February, 2020 06:01 PM IST  |  Mumbai Desk

જપાનની ક્રૂઝ શિપ પર ફસાયેલી મીરા રોડની મહિલાની ઘરવાપસી

કોરોના વાઇરસની ભીતીને પગલે જપાનની ક્રૂઝ શિપમાં ફસાયેલા ભારતીય નાગરિકોને છોડી દેવામાં આવ્યા છે. આ યાત્રીઓમાં મીરા રોડની ૨૩ વર્ષની સોનાલી ઠક્કરનો સમાવેશ થાય છે જે ૧૬ ક્રૂ મેમ્બરોને વાઇરસ ડિટેક્ટ થયો છે તેમને છોડી મૂકવાની અનુમતી આપવામાં નથી આવી.

સોનાલી ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ પર આ પ્રવાસીઓ સાથે નવેમ્બર મહિનાથી પ્રવાસ કરી રહી હતી. જપાનના હનેડા ઍરપોર્ટ પરથી ચાર્ટર્ડ પ્લેન ગઈ કાલે સાંજે છ વાગ્યે નીકળ્યું છે જે આજે વહેલી સવારે પાંચ વાગે દિલ્હી આવી પહોંચશે. સોનાલીના પિતા દિનેશ ઠક્કરે પણ પોતાની પુત્રીને પાછી લાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દરખાસ્ત કરી હતી. સોનાલી સાથે અન્ય ૧૨૧ ભારતીય પર્યટકોને આઇસોલેશન માટે ૧૪ દિવસ દિલ્હીમાં રાખવામાં આવશે.

mumbai news mira road mumbai