મુંબઈ : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો રશિયાનો પ્રવાસ રદ

12 August, 2019 01:24 PM IST  |  મુંબઈ

મુંબઈ : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો રશિયાનો પ્રવાસ રદ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં પૂરની ગંભીરતાને પગલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રશિયાનો પ્રવાસ રદ કર્યો છે. આજે તેઓ રશિયાના પ્રવાસે જવા રવાના થવાના હતા. કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલના નેતૃત્વમાં કેટલાંક રાજ્યોના મુખ્ય પ્રધાનોનું પ્રતિનિધિ મંડળ રશિયા જવા રવાના થઈ રહ્યું છે. ઘરઆંગણે મૂડીરોકાણની શક્યતાઓ તપાસવા અને દૂર પૂર્વના પ્રાંતો સાથે વ્યાપારી તથા અન્ય ક્ષેત્રોમાં સહભાગિતા માટે રશિયામાં વ્લાદિવોસ્તોક જનારા પ્રતિનિધિ મંડળમાં હવે મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કેન્દ્રના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ કરશે.

આ પણ વાંચો : મુંબઈ: પાંચ જિલ્લામાં પૂરથી 3.78 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત પૂર્વે પ્રતિનિધિ મંડળમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગોવાના મુખ્ય પ્રધાનો પીયૂષ ગોયલની સાથે વ્લાદિવોસ્તોક પહોંચી ગયા છે, પરંતુ ફડણવીસની રવાનગી વિલંબમાં મુકાઈ હતી. છેવટે એ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. રશિયાના ઉદ્યોગો સાથે વેપાર ઉદ્યોગોમાં મૂડીરોકાણના કરાર કરવાના ઉદ્દેશથી પાંચ રાજ્યોના મુખ્ય પ્રધાનોના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં મુખ્યત્વે માળખાકીય વિકાસની યોજનાઓમાં મૂડીરોકાણ માટે પ્રયાસો કરવાના છે.

devendra fadnavis mumbai news russia