ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તગેડવા માગે છે MNS,બનાવ્યા પોસ્ટર્સ

04 February, 2020 06:08 PM IST  |  Mumbai | Mumbai Desk

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તગેડવા માગે છે MNS,બનાવ્યા પોસ્ટર્સ

ગોરેગાંવમાં પાર્ટીનાં નવા ધ્વજનાં લોન્ચ સમયે રાજ ઠાકરે. તસવીર-સતેજ શિંદે

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેવા (MNS)નાં લિડર સંદેશ દેસાઇએ મંગળવારે કહ્યું કે પાર્ટીએ આ પોસ્ટર્સ રાજ્યમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં ઇમિગ્રન્ટ્સને સંકેત આપવા માટે મુકશે
રાઇગઢ જિલ્લાનાં પનવેલ વિસ્તારમાં સોમવારે "બાંગ્લાદેશીઝ લીવ ધી કંટ્રી, અધરવાઇઝ યુ વીલ બી ડ્રિવન આઉટ ઇન એમએનએસ સ્ટાઇલ" લખેલા પોસ્ટર્સ જોવા મળ્યા તે પછી સંદેશ દેસાઇએ આ વિધાન કર્યું હતું.
"અમે આવા પોસ્ટર્સ બધે જ લગાડીશું, અમે બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા ઇમિગ્રન્ટ્સને સંકેત આપવા માગીએ છીએ તેમણે આપણો દેશ છોડવો જ પડશે કારણકે તેઓ અહીંયા ગેરકાયદેર રીતે રહી રહ્યા છે. રાજ ઠાકરેની રેલીનું પ્લાનિંગ પણ થઇ ચુક્યું છે.", તેવું સંદેશ દેસાઇએ એએનઆઇને કહ્યુ હતું.
તેણે કહ્યું કે, "પોલીસને બધી જ જાણ છે અને તેઓ પણ પગલા લઇ શકે છે. અમે પોલીસને પણ પત્ર આપીશું. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરનારા બાંગ્લાદેશીઓ છે જ અને જો તેઓ કોઇપણ ગુનો આચરે તો તેમની ભાળ કેવી રીતે મળી શકે? સરકારે કંઇક પગલા તો લેવા જ પડશે."
આ પોસ્ટર્સ પર રાજ ઠાકરે અને તમના દીકરા અમિત ઠાકરે પણ છે જે હમણાં જ પક્ષમાં કાર્યરત થયા છે.
આ પહેલાં ઠાકરેએ કહ્યું હતું કે 9મી ફેબ્રુઆરીએ તેમનો પક્ષ મુંબઇમાં મોટી રેલી કાઢશે જેનો હેતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ભારતમાંથી હાંકી કાઢવાનો હશે.
તેમણે કહ્યું હતું કે, "અમે 9મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશી અને પાકિસ્તાની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે મોટી રેલી કાઢીશું. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ પર પણ ચર્ચા થઇ શકે છે પણ શા માટે એવા કોઇને પણ આશરો આપવો જે આપણા દેશમાં ઇલલિગલી રહી રહ્યું હોય.?"

maharashtra raj thackeray maharashtra navnirman sena caa 2019