કામના લાંબા કલાકોથી અમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે : કૉન્સ્ટેબલ

21 February, 2020 12:00 PM IST  |  Mumbai Desk | diwakar sharma and shirish vaktania

કામના લાંબા કલાકોથી અમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે : કૉન્સ્ટેબલ

ડિસેમ્બરમાં વરિષ્ઠ અધિકારીઓની વિનંતીને પગલે લાંબા કલાકો સુધી કામ કરવા માટે દર્શાવેલી સંમતિ શહેરના કૉન્સ્ટેબલો માટે સજા પુરવાર થઈ હોય તેમ જણાય છે. કૉન્સ્ટેબલોએ આક્ષેપ કર્યો છે કે તેમને ભૂતપૂર્વ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલી આઠ કલાકની શિફ્ટ કરતાં લગભગ બમણું કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. કફ પરેડ પોલીસ સ્ટેશનના એક કૉન્સ્ટેબલે ફરિયાદ કરી હતી કે મુંબઈ પોલીસ કૉન્સ્ટેબલોનો ૭૦ ટકા કરતાં વધુ સ્ટાફ ડિસેમ્બરથી આઠ કલાકની શિફ્ટ કરતાં વધુ સમય સુધી કામ કરાવવામાં આવતું હોવાની ફરિયાદ કરી રહ્યો છે. એટલું જ નહીં તેમણે ૧૫થી ૧૬ કલાક સુધી કામ કરવું પડે છે, જેની અસર તેમના આરોગ્ય પર વર્તાઈ રહી છે.
કફ પરેડ પોલીસ સ્ટેશનના એક કૉન્સ્ટેબલના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે સિનિયર ઇન્સ્પેક્ટરે અમને ડિસેમ્બરમાં રજા જોઈતી હોય તો લાંબા કલાકો સુધી કામ કરવા માટે જણાવ્યું હતું. આથી અમે સૌ સંમત થયા, પરંતુ કામના લાંબા કલાકો હવે પ્રચલિત પ્રવાહ બની ગયા છે અને તેઓ અમને કોઈ રાહત આપવા માગતા નથી. અમે સિનિયર અધિકારીઓને આ અંગે પત્ર લખ્યો પણ તેમણે અમારી ફરિયાદ પર ધ્યાન આપ્યું નહીં.
એક મહિલા પોલીસ કૉન્સ્ટેબલે જણાવ્યું હતું કે ‘કફ પરેડનો ૭૦ ટકા કરતાં વધુ સ્ટાફ કલ્યાણમાં રહે છે. કલ્યાણથી દક્ષિણ મુંબઈ પહોંચતાં બે કલાક લાગે છે. તેનો અર્થ એ કે રોજ અમારે બાર કલાક અને કેટલીક વખત તો ૧૫ કલાક કામ કરવું પડે છે અને ચાર કલાક મુસાફરીના લાગે છે. તાજેતરમાં જ એક હેલ્થ કૅમ્પ યોજાયો હતો, જ્યાં કફ પરેડ પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને અમને જાણવા મળ્યું કે અમે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનો ભોગ બન્યા છીએ. કામના લાંબા કલાકો અમારા સ્વાસ્થ્યનો ભોગ લઈ રહ્યા છે, પરંતુ અમારા સિનિયર ઇન્સ્પેક્ટર અમને કોઈ રાહત આપવા તૈયાર નથી.’
ટિળકનગર પોલીસ સ્ટેશનના એક કૉન્સ્ટેબલે જણાવ્યું હતું કે અમે સિનિયર ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી શકીએ તેમ નથી, કારણ કે અમારે કામ કરવાનું છે. સિનિયર અધિકારીના આદેશને કારણે અમારે માર્ગદર્શિકાનું પાલન કરીને ૧૨ કલાકની શિફ્ટ પૂરી કરવી પડે છે. પોલીસ વિભાગમાં થમ્બ અૅન્ટ્રી-અૅક્ઝિટનો વિકલ્પ નથી. અમે ફરજ પર નિયત સમયે હાજર થઈ જઈએ છીએ, પરંતુ ફરજ પૂરી થવાનો સમય ૧૨ કલાક કરતાં વધી જાય છે.

shirish vaktania diwakar sharma mumbai news mumbai mumbai police