મુંબઈ: 800માં સારવાર કરાવવાના ચક્કરમાં 80,000નું બિલ

15 April, 2019 09:30 AM IST  |  | ખુશાલ નાગડા

મુંબઈ: 800માં સારવાર કરાવવાના ચક્કરમાં 80,000નું બિલ

બેલી બોબડે

આજકાલ ઠગ ડૉક્ટરો સારવારના નામે બીમારીને કાઢવાને બદલે કેવી નવી બીમારીઓ આપતા જાય છે એનો અનુભવ ઉલ્હાસનગરના નીલેશ વિઠ્ઠલ બોબડેને બરાબરનો થઈ ગયો હતો. ઉલ્હાસનગર નંબર-૪માં સંતોષનગરમાં રહેતા નીલેશ બોબડેએ જણાવ્યું કે મારી બાવન વર્ષની મમ્મી બેલી બોબડે જેને છેલ્લાં બે વર્ષથી ઘૂંટણની તકલીફ હતી અને તેની સારવાર માટે દવા ચાલુ હતી, પણ તેની તકલીફ ઓછી ન થતાં અમને કોઈ આડોશપાડોશ કે પરિવારજનો કહે કે આ દવા કરો એટલે અમે એ દવા લેતા.

કેમ કે મારી મમ્મીનું ઘૂંટણનું દરદ જલદીથી સારું થઈ જાય એમ અમારો પરિવાર ઇચ્છતો હતો. એક દિવસ મારા મિત્રે કહ્યું કે બહારગામથી ઘૂંટણના દરદના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોએ ઉલ્હાસનગર નંબર-૪માં ૨૦ ડિસેમ્બરે ઓટી પંચાયત હૉલમાં કૅમ્પનું આયોજન કર્યું છે અને ફક્ત 800 રૂપિયામાં એ ઘૂંટણના દર્દને સારું કરી દે છે. તો એક વાર મમ્મીને ત્યાં પણ ડૉક્ટર પાસે બતાવી જો. એમ મારી મમ્મીને હું એ મેડિકલ કૅમ્પમાં લઈ ગયો અને ફારુક હુસેનને મમ્મીના ઘૂંટણ અને કમરના દર્દની વાત કરી ત્યારે ડૉક્ટરે મમ્મીને કમરમાં ઇન્જેક્શન આપ્યું અને કહ્યું કે ૧૫ દિવસમાં આરામ થઈ જશે અને મારી પાસેથી 800 રૂપિયા લઈ લીધા.

મમ્મીની ઘૂંટણની કે કમરની પીડા ઓછી તો ન થઈ, પણ અઠવાડિયામાં જ મમ્મીને ડૉક્ટરે કમર પર મારેલા ઇન્જેક્શન પર ગાંઠ આવી ગઈ અને એ ગાંઠમાંથી રસી (પરુ) નીકળી રહી હતી અને મમ્મી એની પીડાથી બરાબર બેસી કે સૂઈ શકતાં નહીં એટલે હું મમ્મીને ઉલ્હાસનગર નંબર-૫માં બાલાજી હૉસ્પિટલમાં લઈ ગયો. ત્યાંના ડૉક્ટરે કહ્યું કે મમ્મીને આપેલા ઇન્જેક્શનનું રીઍક્શન થયું છે. આ ગાંઠ જલ્ાદીથી કાઢવી પડશે. અમે તરત ડૉક્ટરને કહ્યું કે તમે ઑપરેશન કરો અને એ માટે મારે 800૦૦ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ બાલાજી પાંઢરે જણાવ્યું કે ૭ એપ્રિલે અમારા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો કે તમારી હદમાં ટિટવાલામાં એક મેડિકલ કૅમ્પનું આયોજન થઈ રહ્યું છે અને એમાં કોઈની પાસે ડૉક્ટરની ડિગ્રી નથી એટલે અમારી ટીમ ત્યાં પહોંચી અને અમે રાહુલ સુહાન ખાન, ફારુખ રસિકા શહીદ અને મોનુ બાલમુકુંદ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી અને એમાંનો ચોથો આરોપી ડૉક્ટર ફારુખ હુસેન આવ્યો નહોતો, પણ તેની શોધખોળ ચાલુ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ફરિયાદીની મમ્મીની આ જ ટીમનો કૅમ્પ ઉલ્હાસનગરમાં યોજાયો હતો અને એમાં સારવાર લેતાં પછી ખબર પડી કે તેની મમ્મીની જેમ બીજા ત્રણ ચાર જણને આવી જ ગાંઠવાળી તકલીફ થઈ હતી અને એ લોકોના પરિવારો એ જ શોધ ચલાવી રહ્યા હતા કે ફરી ક્યારે આ ટીમનો મુંબઈમાં કૅમ્પ થાય અને તેમને આપણે પોલીસને હવાલે કરીએ.

આ પણ વાંચો : નાકમાંથી વહેતું પ્રવાહી શરદીનું મ્યુકસ નહીં, મગજમાંથી લીક થતું પ્રવાહી હતું

જ્યારે નીલેશ બાબડેને જાણ થઈ કે ટિટવાલા પરિસરમાં કૅમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેણે જ એ જગ્યાએ ચકાસણી કરી લીધી અને અમને એ ઘટનાની જાણ કરી. બાલાજી હૉસ્પિટલના ડૉક્ટર અશોક જોષીએ જણાવ્યું કે દરદીને ખબર નથી હોતી કે તેણે કયું ઇન્જેક્શન લીધું અને કોઈ ઇન્જેક્શન એવું હોય કે એના શરીરને માફક ન આïવે તો એના ઇન્ફેક્શનથી રીઍક્શન થાય એટલે એ જગ્યાએ પસ શરૂ થાય અથવા સોજો કે ગાંઠ થઈ આવે.

ulhasnagar mumbai news