કર્ણાટકના કૉન્ગ્રેસી વિધાનસભ્યો મુંબઈમાં હોવાનો ભાંડો ફૂટી ગયો

16 January, 2019 10:49 AM IST  | 

કર્ણાટકના કૉન્ગ્રેસી વિધાનસભ્યો મુંબઈમાં હોવાનો ભાંડો ફૂટી ગયો

રામ શિંદે

કર્ણાટકમાં રાજકીય ભૂકંપ સર્જનારી ઘટનાનાં પાંચ પાત્રો મુંબઈમાં આવ્યાં હતાં. કૉન્ગ્રેસના આ પાંચ વિધાનસભ્યોની મુંબઈમાં રહેલી હાજરીનો ભાંડો ફૂટી ગયો હતો અને આખો ખેલ જાહેર થઈ ગયો હતો. આ સંદર્ભે‍ મળતી માહિતી મુજબ આ વિધાનસભ્યો પોતાના ફોન લઈને મુંબઈ આવ્યા હોવાથી તેમનો ભાંડો ફૂટી ગયો હતો.

કર્ણાટકમાં સત્તાપરિવર્તન માટે BJP દ્વારા ચાલી રહેલા પ્રયત્નો વિશે નિવેદન કરતાં રાજ્યના જળસંસાધન ખાતાના પ્રધાન રામ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઑપરેશન લોટસ 100 ટકા સફળ થશે અને ટૂંક સમયમાં કર્ણાટકમાં BJPની સરકાર આવશે. કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો ઑપરેશન લોટસના ભાગરૂપે જ મુંબઈ આવ્યા હતા. કર્ણાટકના લોકોને સમજાઈ ગયું છે કે જનતા દળ સાથેનું કૉન્ગ્રેસનું ગઠબંધન અનૈતિક છે. કર્ણાટકની જનતાએ BJPને જનાદેશ આપ્યો હોવા છતાં અનૈતિક ગઠબંધન કરીને તેઓ સત્તા પર બેઠા છે.’

આ પણ વાંચો : મુંબઈ: મમ્મીએ દીકરીને મોબાઇલ વાપરવાની ના પાડી એટલે કર્યું સુસાઇડ

ફોન લઈને આવ્યા હોવાથી આ કૉન્ગ્રેસી વિધાનસભ્યોનો ભાંડો ફૂટી ગયો હતો એમ જણાવતાં રામ શિંદેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં આવવા પહેલાં તેમણે પોતાના ફોન અને સિમ કાર્ડ કચરાટોપલીમાં ફેંકી દેવાનું ધ્યાન તો રાખવું જોઈતું હતું. આજના સ્માર્ટ યુગમાં આવી બેવકૂફી અપેક્ષિત નહોતી. ભલે અત્યારે તેઓ પકડાઈ ગયા, પરંતુ ઑપરેશન લોટસ જરૂર સફળ થશે. બે અપક્ષ વિધાનસભ્યોએ રાજીનામાં આપી દીધાં છે અને બીજા પણ આપશે.’

mumbai news