જેએનયુ તાંડવ : મુંબઈમાં સામસામા મોરચા

07 January, 2020 07:49 AM IST  |  Mumbai

જેએનયુ તાંડવ : મુંબઈમાં સામસામા મોરચા

વિરોધમાં ગેટવે ઑફ ઈન્ડિયા

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના સ્ટુડન્ટ્સ પરના હુમલાને વખોડતાં એની સામે વિરોધ નોંધાવવા મુંબઈના સ્ટુડન્ટ્સ હુતાત્મા ચોક પર એકઠા થયા હતા. સોશ્યલ મીડિયા પર હુતાત્મા ચોક ખાતે એકઠા થવાનો કાર્યક્રમ રદ થયાનો સંદેશ ફરતો થતાં સ્ટુડન્ટ્સ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, પરંતુ હુતાત્મા ચોક પર એકઠા થયેલા સ્ટુડન્ટ્સે તેમની એકતાનું પ્રદર્શન કરતાં વિરોધ મોરચાને સફળ બનાવ્યો હતો. જોકે જેએનયુમાં હુમલાની ઘટના બની એ જ રાતે ગેટવે ઑફ ઇન્ડિયા પર હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના ટેકામાં મુંબઈગરા જાગ્યા હતા અને લગભગ ૨૦૦ જેટલા લોકો ભેગા થઈ ગયા હતા.

તરફેણમાં રુઈયા કૉલેજ પાસે

અલબત્ત, ગઈ કાલે આ આંકડો ઝડપથી વધીને ૨૦૦૦ની ઉપર ગયો હતો. હા, દેખાવ તદ્દન શાંતિપૂર્ણ હતો એની ના નહીં. બાંદરાના કાર્ટર રોડ પર પણ જેએનયુની હિંસાના વિરોધમાં દેખાવ થયા હતા અને એમાં રાજકુમાર રાવ, વિશાલ ભારદ્વાજ, અનુરાગ કશ્યપ, રેખા ભારદ્વાજ, અનુભવ સિંહા, દિયા મિર્ઝા, તાપસી પન્નુ અને ઝોયા અખ્તર જેવી બૉલીવુડની સેલિબ્રિટીએ ભાગ લીધો હતો. વાત આટલેથી અટકી નહોતી. ગઈ કાલે માટુંગાની રુઈયા કૉલેજ પાસે જેએનયુમાંના તાંડવના વિરોધમાંની ગેટવેની રૅલીમાંના ટુકડે ટુકડે ગૅન્ગના ઉમર ખાલિદ અને જેએનયુના ડાબેેરીઓ સામે ઘણા લોકો ભેગા થયા હતા અને આ જેએનયુની હિંસા એબીવીપી નહીં ડાબેરીઓનું જ કારનામું હોવાનાં સૂત્રો ઉચ્ચાર્યાં હતાં.

mumbai gateway of india jawaharlal nehru university colaba mumbai news