મલાડમાં એક સોસાયટીમાં કોરોનાના 28 કેસ મળતાં એને સીલ કરાઈ

08 September, 2020 07:13 AM IST  |  Mumbai | Mumbai correspondent

મલાડમાં એક સોસાયટીમાં કોરોનાના 28 કેસ મળતાં એને સીલ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

મલાડ-ઈસ્ટમાં રાહેજા ટિબકો સોસાયટીમાં એક અઠવાડિયામાં કોરોનાના ૨૮ કેસ મળતાં પાલિકાએ એ સોસાયટી સીલ કરી દીધી હતી. દહિસર-વેસ્ટમાં આવેલા એનએલ કૉમ્પ્લેક્સમાં પણ એક અઠવાડિયામાં ૧૫ કારેરોના-કેસ આવતાં પાલિકાએ એ સોસાયટીને પણ સીલ કરી દીધી હતી. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સોસાયટીમાં પાલિકાએ ગઈ કાલે ઍન્ટિજન ટેસ્ટ કરી હતી જેમાં ટિબકો સોસાયટીમાંથી વધુ ત્રણ કેસ મળી આવ્યા હતા.

ગણપતિ-વિસર્જન બાદ મુંબઈમાં અનેક વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, જેમાં અનેક સોસાયટીના અનેક લોકો કોરોના-સંક્રમિત થયા છે ત્યારે મલાડની ટિબકો સોસાયટી અને દહિસરની એનએલ સોસાયટીમાં એકસાથે અનેક કેસ મળી આવતાં પાલિકાએ સોસાયટીઓને સીલ કરી દીધી છે. આ સોસાયટીમાં પાલિકાએ ઍન્ટિજન ટેસ્ટ કૅમ્પ શરૂ કર્યા હતા અને સાથે એ બન્ને સોસાયટી પર વિશેષ ધ્યાન આપી રહી છે.

મલાડના ‘પી’ નૉર્થ વૉર્ડના હેલ્થ અધિકારી રુજાતા બારસરે જણાવ્યું કે ટિબકો સોસાયટીમાં ગઈ કાલે ઍન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવી હતી જેમાં ૩ કેસ પૉઝિટિવ મલ્યા હતા. એ પહેલાં એક અઠિવાડિયામાં ૨૫ કેસ સામે આવ્યા હતા. આમાંના ૯૦ ટકા લોકો હોમ-ક્વૉરન્ટીન રહીને ઇલાજ કરાવી રહ્યા છે.

દહિસરના ‘આર’ નૉર્થ વૉર્ડના હેલ્થ અધિકારી અવિનાશ વાયદંડેએ જણાવ્યું હતું કે એનએલ કૉમ્પ્લેક્સમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા છે. આમાંના તમામ લોકો હોમ આઇસોલેશમાં ઇલાજ કરાવી રહ્યા છે.

mumbai mumbai news coronavirus covid19 malad