મુંબઈ: અકસ્માતો ટાળવા લોકલ ટ્રેનો પર લગાવવામાં આવશે બ્લુ લાઇટ

14 January, 2019 09:29 AM IST  |  મુંબઈ

મુંબઈ: અકસ્માતો ટાળવા લોકલ ટ્રેનો પર લગાવવામાં આવશે બ્લુ લાઇટ

સેફ્ટી ફર્સ્ટ : ગઈ કાલે રેલવેપ્રધાન પીયૂષ ગોયલે શૅર કરેલા વિડિયોમાં ટ્રેનના ગેટ પર બ્લુ લાઇટ થતી જોવા મળી રહી હતી.

હવે ટ્રેન ચાલુ થઈ છે એનો સંકેત આપવા માટે ટ્રેનના દરેક ડબ્બાના ગેટ પર બ્લુ લાઇટ લગાડવામાં આવશે. આ પહેલ રેલવેપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા કરવામાં આવી છે. તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વિડિયો શૅર કરી બ્લુ લાઇટની વિશેષતા જણાવી હતી.

કેન્દ્રીય રેલવેપ્રધાન પિયુષ ગોયલે ગઈ કાલે એક ટ્રેનનો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં ટ્રેન ચાલુ થવા પહેલાં જ બ્લુ લાઇટ ત્રણથી ચાર વખત બંધ-ચાલુ થતી જોવા મળી રહી છે. 

આ પણ વાંચો: બેસ્ટની તિજોરી ખાલી છે, અયોગ્ય માગણીઓ ન કરો: ઉદ્ધવ ઠાકરે

પિયુષ ગોયલે આ અદ્ભુત પહેલ માટે ટ્વીટમાં કહ્યું હતું કે ‘સેફ્ટી ફર્સ્ટ. ટ્રેનમાં ચડતા પ્રવાસીઓ માટે કોચના ગેટ પર બ્લુ લાઇટ લગાડવામાં આવી રહી છે, જે પ્રવાસીઓને ગાઇડ કરશે કે ટ્રેન ચાલુ થવા જઈ રહી છે, જેથી પ્રવાસીઓએ ટ્રેન પકડવાનું જોખમ લેવું નહીં. આના કારણે ટ્રેન-ઍક્સિડન્ટ ઓછા થશે.’

piyush goyal mumbai railways central railway mumbai news