CAAની જગ્યાએ કૉપી કૅટ અસોસિએશનને સપોર્ટ મળી રહ્યો છે!

01 January, 2020 02:24 PM IST  |  Mumbai | Gaurav Sarkar

CAAની જગ્યાએ કૉપી કૅટ અસોસિએશનને સપોર્ટ મળી રહ્યો છે!

ટ્વિટર પર ૨૦૧૯ના છેલ્લા દિવસનો સૌથી ચર્ચાસ્પદ રહેલો હૅશટૅગ બીજેપી પાર્ટીને શરમ અનુભવ કરાવી દે એવો રહ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં આવેલા સીએએ (સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ)ના વિરોધ અને સપોર્ટમાં લોકો આગળ આવી રહ્યા છે. આવામાં બીજેપીના નેતાઓએ સીએએનો સપોર્ટ કરવા કરેલા ટ્વીટમાં #IndiaSupportsCAA સીએએની જગ્યાએ #IndiaSupportsCCA ઇન્ડિયા સપોર્ટ સીસીએ (કૉપી કૅટ અસોસિએશન) નામના હૅશટૅગથી ટ્વીટ કરતાં હોબાળો મચ્યો હતો. ‘મિડ-ડે’એ જ્યારે સીસીએ વિશે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ટ્વિટર પરથી આશ્ચર્યજનક નામ મળી આવ્યું હતું.

બીજેપીના નૅશનલ આઇટી ઇન-ચાર્જ અમિત માલવિયા, અમદાવાદ બીજેપીના ચીફ અને એમએલએ જગદીશ વિશ્વકર્મા અને અન્ય બીજેપી નેતાઓને ટ્વિટર પર આ છબરડો સામે આવ્યો હતો.

સંસદમાં સીએએ બિલ રજૂ થયા બાદ સમગ્ર દેશમાં બિલનો વિરોધ અને ઘણી જગ્યાએ સપોર્ટ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પણ આમાં મોટી ભૂમિકામાં છે. ટ્વિટર પર ચાલી રહેલા ઇન્ડિયા સપોર્ટ્સ સીએએને ઘણા નાગરિકો અને બીજેપી નેતાઓ, કાર્યકર્તાઓ દ્વારા ટ્વીટ કરી સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : કબૂતર જા... જા... જા... વરલીનું કબૂતરખાનું પણ બીએમસીએ કર્યું સીલ

આ ટ્વીટ્સ બાદ ફેક્ટ ચેકિંગ વેબસાઇટ અલ્ટ ન્યુઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરે ટ્વીટ કરી અમિત માલવિયાને પૂછ્યું હતું કે સીસીએ શું છે અને ઇન્ડિયા સીસીએને શા માટે સપોર્ટ કરી રહી છે? લાગે છે કે તમારી ટીમે કોઈ શબ્દો કૉપી પેસ્ટ કર્યા છે. ટ્વિટર પર આ નેતાઓના છબરડાની મજાક પણ ઉડાવાઈ હતી.

bharatiya janata party mumbai mumbai news