ક્લીન-અપ માર્શલ્સ આચરશે ગેરરીતિ તો કૉન્ટ્રૅક્ટરોને થશે 10,000નો દંડ

23 January, 2019 08:21 AM IST  |  મુંબઈ | અરિતા સરકાર

ક્લીન-અપ માર્શલ્સ આચરશે ગેરરીતિ તો કૉન્ટ્રૅક્ટરોને થશે 10,000નો દંડ

BMCએ ક્લીન-અપ માર્શલ્સને નોકરી આપતા કૉન્ટ્રૅક્ટરો સામે લાલ આંખ કરી

આખા વર્ષ દરમ્યાન શહેરીજનોની વારંવાર આવતી ફરિયાદ બાદ BMCએ ક્લીન-અપ માર્શલ્સને નોકરી આપતા કૉન્ટ્રૅક્ટરો સામે લાલ આંખ કરી છે. નવા નિયમને આધારે જો કોઈ નાગરિક ફરિયાદ કરશે અને તેમની ફરિયાદ સાચી હશે તો કૉન્ટ્રૅક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી જ રીતે જે-તે એરિયા સ્વચ્છ ન રાખવા માટે દંડ ફટકારવામાં આવશે.

ક્લીન-અપ માર્શલ્સની ગેરવર્તણૂક જણાઈ આવશે તો દરેક ફરિયાદ માટે 10 હજારનો દંડ ફટકારવામાં ïઆવશે. આ ઉપરાંત અસ્વચ્છ જગ્યા માટે એક હજારનો દંડ ફટકારાશે.

ક્લીન-અપ માર્શલ્સ વિરુદ્ધ છેલ્લા સાત-આઠ મહિનાથી ફરિયાદ મળી રહી છે એમ જણાવતાં મહાનગરપાલિકાના સૉલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે ‘કુર્લા વૉર્ડમાં ક્લીન-અપ માર્શલ્સ અનિયમિત હતા. નવા નિયમના આધારે દરેક ક્લીન-અપ માર્શલ વિરુદ્ધ મળતી ફરિયાદોનું સુપરવિઝન ઝોનલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તેમની જ્યુરી દ્વારા કરાશે. એજન્સીએ દંડ ભરવો પડશે.’

આ પણ વાંચો : મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીનનું પહેલાં પુર્નવસન યોજના પછી બીજી વાત

201૫માં ક્લીન-અપ માર્શલ્સ જોડાયા હતા ત્યારે પણ આવી ફરિયાદો મળતી હતી. એથી 201૬માં દરેક ક્લીન-અપ માર્શલ્સને એક ચોપડી આપવામાં આવી હતી જેમાં દંડની રકમ લખવામાં આવી હતી. આવું કરવા પાછળનું કારણ હતું કે જે-તે વ્યક્તિ પાસેથી માર્શલ્સ નક્કી કરેલી રકમ કરતાં વધુ દંડ વસૂલી ન શકે.

mumbai news brihanmumbai municipal corporation