રીડેવલપમેન્ટમાં ઘર મેળવનારાઓ ઉશ્કેરાયાઃ સ્ટૅમ્પ ડ્યુટી ભરવા સામે હોબાળો

10 October, 2019 11:16 AM IST  |  મુંબઈ | હેમલ આશર

રીડેવલપમેન્ટમાં ઘર મેળવનારાઓ ઉશ્કેરાયાઃ સ્ટૅમ્પ ડ્યુટી ભરવા સામે હોબાળો

ગુરપ્રીતસિંહ આનંદ

હાઉસિંગ સોસાયટીઓના રીડેવલમેન્ટમાં સામેલ સ્થાનિક રહેવાસીઓને ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સના રજિસ્ટ્રેશન માટે સ્ટૅમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ જાહેર કરતાં ૨૦૧૭ની ૩૦ માર્ચે બહાર પાડવામાં આવેલા પરિપત્ર સામે નાગરિકોમાં વિરોધ જાગ્યો છે. એ પરિપત્રની સામે ફાઇનૅન્શિયલ ફ્રૉડ્સ વિક્ટિમ્સ વેલફેર અસોસિએશન (એફએફવીડબલ્યુએ)ના નેજા હેઠળ એ નાગરિકોએ પુણેમાં વડું મથક ધરાવતા ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન(આઇજીઆર)ને અરજી કરી છે.

૨૦૧૭ના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘હાઉસિંગ સોસાયટીઓએ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરતી વેળા કમિટીમાં એમના પ્રતિનિધિઓના માધ્યમથી કરેલું પેમેન્ટ સ્વીકાર્ય નથી. બાંધકામના ખર્ચને આધારે સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવ્યા વગર રહેવાસીઓના ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સ રજિસ્ટર થઈ ન શકે.’

અરજદારોએ જણાવ્યું છે કે ‘૨૦૧૭માં આ પરિપત્ર બહાર પડાયો એ પૂર્વે પણ અનેક ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ્સ કરવામાં આવ્યા હતા. ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ(ડીએ)ના રજિસ્ટ્રેશન વેળા સ્ટૅમ્પ ડ્યુટી ભરવામાં આવી હતી. ફરી ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સના રજિસ્ટ્રેશન વેળા સ્ટૅમ્પ ડ્યુટી ભરવાની અમને શા માટે ફરજ પાડવી જોઈએ?’

આ લડતમાં અંધેરી (પશ્ચિમ)ના દાદાભાઈ નવરોજી (ડીએન) નગરના રહેવાસીઓ અગ્રેસર છે. ત્યાં મ્હાડાનાં મકાનોનું મોટા પાયે રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. ડીએન નગરના રહેવાસીઓ કહે છે કે ‘રીડેવલપમેન્ટ કરવામાં આવતું હોય એ સોસાયટીના બધા સભ્યોએ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ પર સહી કરવાની છે, એ બાબતનો આગ્રહ સરકારી અધિકારીઓએ શરૂઆતમાં કેમ ન કર્યો?’
અસોસિએશનના સંયુક્ત સચિવ ગુરપ્રીતસિંહ આનંદે જણાવ્યું હતું કે ‘ડીએન નગરમાં રીડેવલપમેન્ટના અનેક પ્રોજેક્ટ પૂરા થતાં ઘણા લોકો ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સ વગર પાછા એમના નવા બંધાયેલા ઘરમાં રહેવા પહોંચી ગયા છે.

આ પણ વાંચો : લખપતિ ભિખારી કેસ : અમે જાણીએ છીએ કે પુત્રો શા માટે આવ્યા છે

ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ્સ વગર નવા બંધાયેલા ઘરમાં રહેવા જવાની કેટલીક સમસ્યાઓ છે. એમને માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય છે. આ સમસ્યાની રજૂઆત માટે અમે આજે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ફેમિલી કોર્ટની નજીક મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના મુખ્યાલયની સામે વિરોધ પ્રદર્શન કરીશું.’

ms hemal ashar mumbai news