પુણેના ભારે વરસાદમાં ત્રણ મિત્રો તણાયા

28 September, 2019 03:32 PM IST  |  પુણે

પુણેના ભારે વરસાદમાં ત્રણ મિત્રો તણાયા

ભારે વરસાદને લીધે કાર સાથે વહીને મૃત્યુ પામનારા મિત્રો સૂરજ વાડકર, નિખિલ ચવાણ, ગણેશ શિંદે.

મુંબઈ : પુણેમાં બુધવારે રાત્રે પડેલા જોરદાર વરસાદને લીધે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદને લીધે કારમાં જઈ રહેલા ત્રણ મિત્રો એમની કાર સાથે પાણીમાં વહી જવાથી એમના કરુણ મોત નીપજ્યાં હતાં. 

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ પુણે શહેરના કાત્રજ વિસ્તારમાં રહેતા સૂરજ વાડકર, નિખિલ ચવાણ અને ગણેશ શિંદે બુધવાર રાતથી ગાયબ હતા. તેમના સંબંધીઓ અને મિત્રોએ તપાસ કરતાં તેઓ જે કારમાં ઘરેથી નીકળ્યા હતા એ કાર કોળેવાડી વિસ્તારમાં એક નાળા પાસેની ઝાડીમાં અટવાઈને પડેલી મળી આવી હતી. આ સ્થળેથી થોડે દૂર સૂરજ વાડકરનો મૃતદેહ હાથ લાગ્યો હતો, જ્યારે તેના બે મિત્રોનો પત્તો નહોતો લાગ્યો.
પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય મિત્ર રાત્રે કોળેવાડીમાં આવેલી એક હોટેલમાં જમવા ગયા હતા અને પાછા ફરતી વખતે તેમની કાર પાણીમાં વહી ગયા બાદ નાળામાં ફસાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી.

pune mumbai news mumbai rains