આપના વધી રહેલા પ્રેમને કારણે મિડ-ડેના વાચકવર્ગમાં 8%નો ધરખમ વધારો

31 December, 2019 12:51 PM IST  |  Mumbai | Mayur Jani

આપના વધી રહેલા પ્રેમને કારણે મિડ-ડેના વાચકવર્ગમાં 8%નો ધરખમ વધારો

મિડ-ડે

તાજેતરમાં થયેલા ઇન્ડિયન રીડરશિપ સર્વે મુજબ ગુજરાતી મિડ-ડેના પરિવારમાં નવા 13,000 ડેઇલી રીડર્સનો ઉમેરો થયો છે. હકીકત એ છે કે આ એકમાત્ર એવું ગુજરાતી ન્યુઝપેપર છે જેની રીડરશિપમાં ૨૦૧૯ના ત્રીજા ક્વૉર્ટરમાં આટલો નોંધપાત્ર વધારો થયો છે. દરરોજ ‌ન્યુઝપેપર વાંચનારા વાચકોની રીડરશિપને ધ્યાનમાં રાખીને અમને એ જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતી મિડ-ડેની દેશવ્યાપી ઍવરેજ ઇશ્યુ રીડરશિપ એટલે કે રોજેરોજના વાચકોની સંખ્યા વધી છે. જે 2019 ના બીજા ક્વૉર્ટર કરતાં ત્રીજા ક્વૉર્ટરમાં 7 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે મુંબઈમાં મિડ-ડેના વાચકોમાં 2019 ના બીજા ક્વૉર્ટર કરતાં 2019ની સાલના ત્રીજા ક્વૉર્ટરમાં 8 ટકા જેટલો વધારો નોંધાયો છે. વાચકોના વધી રહેલા પ્રેમ, ભરોસા અને વિશ્વાસ બદલ અમે ખૂબ આનંદનો અનુભવ કરી રહ્યા છીએ તેમ જ આપ સૌના આ વિશ્વાસ, પ્રેમ અને ભરોસાને ભવિષ્યમાં પણ જાળવી રાખવા માટે કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.

અમારા સિસ્ટર પબ્લિકેશન ‘mid-day’ની અનોખી વાત એ છે કે એ એક જ શહેર એટલે કે મુંબઈમાં જ પ્રકાશિત થાય છે અને એમ છતાં ઇન્ડિયાના ટૉપ ટેન ઇંગ્લિશ ન્યુઝપેપરમાં મેળવેલું સ્થાન વધુ મજબૂત થયું છે. સર્વે મુજબ 2019 ના ત્રીજા ક્વૉર્ટરમાં ‘mid-day’ની ફૅમિલીમાં મોટી સંખ્યામાં ડેઇલી રીડર્સનો ઉમેરો થયો છે. મુંબઈનાં બાકીનાં તમામ ઇંગ્લિશ ન્યુઝપેપરની રીડરશિપ ઘટી રહી છે ત્યારે ‘mid-day’ની ફૅમિલી વધુ સ્ટ્રૉન્ગ બની રહી છે. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતાં ‘mid-day’ની ટોટલ રીડરશિપમાં 7 ટકાનો વધારો થયો છે.

આ સાથે સૌને શરૂ થઈ રહેલા 2020 ના વર્ષ માટે ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને તમને પ્રૉમિસ પણ આપીએ છીએ કે આગામી મહિનાઓમાં તમારા સુધી મુંબઈ અને ગુજરાતના માહિતીથી ભરપૂર, સચોટ, વિગતવાર અને મનોરંજન મળે એવા કવરેજ સાથે આવીશું. તમારો સાથ-સહકાર અને પ્રેમ અમારે માટે પ્રેરણાદાયક છે અને અમને ખાતરી છે કે આપ તરફથી એ હંમેશાં મળતો રહેશે.

- મયૂર જાની, એડિટર

gujarati mid-day mumbai mumbai news