બે દિવસ પછી પણ ઘાટકોપરના ગુજરાતી સિનિયર સિટિઝન પ્રદીપ કામદાર નથી મળ્યા

29 July, 2019 10:50 AM IST  |  મુંબઈ

બે દિવસ પછી પણ ઘાટકોપરના ગુજરાતી સિનિયર સિટિઝન પ્રદીપ કામદાર નથી મળ્યા

પ્રદીપ કામદાર

શુક્રવારે મુલુંડમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા બાદ ઘાટકોપરના ૬૮ વર્ષ‌ના ગુજરાતી વૃદ્ધ પ્રદીપ કામદારની બે દિવસ વીતી ગયા બાદ પણ કોઈ ભાળ મળી શકી નથી. પ્રદીપભાઈનો ફોન શુક્રવારે પોણાદસ વાગ્યાથી નોટ રિચેબલ આવ્યો હતો અને એક શખસે ગોદરેજ નજીકના સ્ટૉર્મ વૉટર ડ્રેનેજમાં એક વ્યક્તિ પડી ગઈ હોવાનું જોયું હતું. આના આધારે પ્રદીપ કામદાર એ ડ્રેનેજમાં પડી ગયા હોવાની શંકા કામદાર-પરિવારે વ્યક્ત કરી છે.

પ્રદીપ કામદાર ડ્રેનેજમાં પડી ગયા હોવાની શંકાના આધારે શનિવારે અનેક કોશિશ કર્યા બાદ તેમનો પત્તો ન મળતાં ઘાટકોપર, કામરાજ નગર અને માનખુર્દનાં નાળાંમાં તપાસ કરવામાં આવી હતી, પણ તેમની ક્યાંય ભાળ મળી નહોતી. આખરે ઘાટકોપરના બીજેપીના વિધાનસભ્ય પ્રકાશ મહેતાએ મુખ્ય પ્રધાનને આ સંદર્ભની જાણ કરી હતી અને કોળી સમાજના એમએલસી રમેશ પાટીલને વાશીની ખાડીમાં પ્રદીપ કામદારની શોધખોળ કરવા માટે એક બોટની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી હતી. રવિવારે સાંજે પાંચ વાગ્યાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પણ મોડી રાત સુધી તેમનો પત્તો લાગ્યો નહોતો.
શનિવારે પોલીસ, પાલિકા અને ફાયરબ્રિગેડના જવાનોએ પ્રદીપ કામદારની શોધખોળ કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી, એવું પ્રદીપ કામદારના દીકરા દીપેશ કામદારે જણાવ્યું હતું.

mumbai news Crime News