કાંદાના ભાવમાં ઘટાડો થતાં લાસલગાંવમાં ખેડૂતોએ હરાજી અટકાવી દીધી

01 October, 2019 01:02 PM IST  |  મુંબઈ

કાંદાના ભાવમાં ઘટાડો થતાં લાસલગાંવમાં ખેડૂતોએ હરાજી અટકાવી દીધી

કાંદાના ભાવમાં ઘટાડો

(મિડ-ડે પ્રતિનિધિ) કેન્દ્ર સરકારે રવિવારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ગઈ કાલે દેશની સૌથી મોટી હોલસેલ માર્કેટ એપીએમસીમાં ખેડૂતોએ દેખાવ કર્યા હતા અને હરાજી રોકવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ-આગરા હાઇવે પર રસ્તારોકો આંદોલન કરવામાંઆવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યા અનુસાર સોમવારે ૬ ટ્રક કાંદાની હરાજી કરવામાં આવી હતી. હરાજીની મહત્તમ કિંમત ૩૩૫૧ રૂપિયા અને લઘુતમ કિંમત ૨૬૦૧ રૂપિયા હતી. કાંદાના ભાવમાં ૬૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. ખેડૂતોએ આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ માટે જે નિર્ણય લીધો છે એની પાછળ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી કારણભૂત છે.

mumbai mumbai news