સ્ટુડન્ટને અશ્લીલ સંદેશા અને વિડિયો મોકલનારા પ્રોફેસરની ધરપકડ

17 June, 2019 11:50 AM IST  |  મુંબઈ | ફૈઝાન ખાન

સ્ટુડન્ટને અશ્લીલ સંદેશા અને વિડિયો મોકલનારા પ્રોફેસરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પવઈ પોલીસે ગઈ કાલે પોતાની સ્ટુડન્ટને અશ્લીલ મેસેજીસ અને વિડિયો મોકલનારા પ્રોફેસરની ધરપકડ કરી હતી. ૨૦૧૬થી અશ્લીલ સંદેશાઓ મોકલનારા આ પ્રોફેસરને સ્ટુડન્ટે ઇન્સ્ટિટ્યૂટના વુમન્સ સેલને ફરિયાદ કર્યા બાદ ૨૦૧૮માં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ ‘૨૦૧૬ના નવેમ્બરમાં આ છોકરીને તેના ફેસબુક મેસેન્જર પર અજાણી વ્યક્તિની ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મળી હતી, જેનો તેણે જવાબ ન આપતાં પછીથી ગંદા મેસેજીસ અને ફોટાઓની વણઝાર ચાલી હતી. દરમિયાન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રેક્ટિકલ દરમિયાન તેના પ્રોફેસર સતત તેની નોંધ લેતા હોવાનું આ સ્ટુડન્ટ અને તેની ફ્રેન્ડોએ નોંધ્યું હતું.’

આગળની વાત જણાવતા પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્ટુડન્ટે તેના પ્રોફેસરને ફેસબુક પર બ્લોક કર્યા પછી આ પ્રોફેસરે ઈ-મેઇલ દ્વારા આ પ્રવાહ ચાલુ રાખ્યો હતો. કંટાળીને તેણે ઇન્સ્ટિટ્યૂટના વુમન્સ સેલમાં આની ફરિયાદ કરી હતી. જેના પગલે તેની તપાસ કરી પ્રોફેસરને છૂટા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની કૅબિનેટમાં ગુજરાતીઓનું હવે પ્રતિનિધિત્વ કરશે યોગેશ સાગર

ત્યાર બાદ આગળ અભ્યાસ માટે કોરિયા ગયેલી આ યુવતી પાછી ફરતાં જ પ્રોફેસરે ફરી તેના ગંદા મેસેજીસ અને વિડિયો મોકલવા શરૂ કરતાં તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પ્રોફેસર વિરુદ્ધ કેસ નોંધી શનિવારે સાતારા જિલ્લાના વાઈમાંથી તેની ધરપકડ કરી હતી.’

powai mumbai crime news Crime News