એક મહિનાની બાળકીનું ગળું રૂંધીને પાર્ક કરાયેલી રિક્ષામાં ત્યજી દેવાઈ

01 November, 2019 01:46 PM IST  |  મુંબઈ | ફૈઝાન ખાન

એક મહિનાની બાળકીનું ગળું રૂંધીને પાર્ક કરાયેલી રિક્ષામાં ત્યજી દેવાઈ

ત્યજી દેવાયેલી બાળકી

બાન્દ્રા-વેસ્ટના કુરેશી નગરમાં પાર્ક થયેલી એક રિક્ષામાંથી એક મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ વાદળી રંગની પોલિથીનમાં વીંટેલો અને કાપડની થેલીમાં મૂકેલો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે સવારે આશરે ૯.૩૦ વાગ્યે જ્યારે ૨૭ વર્ષનો રિક્ષા-ડ્રાઇવર મોહમ્મદ નદિમ રોજિંદા ક્રમ પ્રમાણે રિક્ષા ચલાવવા માટે ગયો ત્યારે ત્યાં પાર્ક થયેલી એક રિક્ષાની પાછલી સીટ પર તેને એક થેલી દેખાઈ હતી. આ રિક્ષા કુરેશી નગરના રોજિંદા સ્થળે રાત્રે ૧૦ વાગ્યે પાર્ક કરેલી હતી. થેલીની તપાસ કરતાં અંદરથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો અને બાળકીની ગરદન ફરતે હાથરૂમાલ વીંટેલો હતો.

નદીમે તાત્કાલિક રિક્ષાના માલિક યામીન કુરેશીને ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દૃષ્ટિએ બાળકીને ગળું રૂંધીને મારી નાખવામાં આવી હોવાનું મેડિકલ તપાસમાં જાણવા મળ્યું હતું. અમે અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે એમ બાંદરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ એક મહિના અગાઉ જન્મેલી નવજાત બાળકીઓ અંગેનો બીએમસીનો ડેટા પણ તપાસી રહી છે. ડેટા અનુસાર બાંદરા અને સાંતાક્રુઝની વચ્ચે આશરે ૧૫૦ બાળકીઓનો જન્મ થયો હતો.

mumbai news mumbai crime news brihanmumbai municipal corporation bandra Crime News