મુંબઈ : વિરારમાં વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ

05 March, 2019 11:38 AM IST  | 

મુંબઈ : વિરારમાં વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ

વિરારમાં વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ

શહેરમાં આંતકી હુમલાની દહેશતના પગલે પોલીસે અગમચેતીનાં સ્ટેપ્સ લઈને એના બાતમીદારોને સક્રિય કરી દીધા છે. ગઈ કાલે વિરારમાં માંડવી આઉટ પોલીસ-સ્ટેશનની હદમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. પોલીસ આરોપી કપલને ઝડપીને આ વિસ્ફોટકોના ઉપયોગ વિશે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : પહેલાં તો લોકસભા જીતીશું, પછી વિધાનસભાની વાત : અજિત પવાર

વિરાર (ઈસ્ટ)ના માંડવી આઉટપોસ્ટના તપાસનીશ પોલીસ-અધિકારી ભુવનેશ્વર ઘનદાટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમને મળેલી બાતમીના આધારે અમે ચાંદીપનાકા પાસેના સાયવન વિસ્તારના એક બંગલામાં રેઇડ પાડી હતી. ત્યાંથી ૧૮૩ જિલેટિન, ૧૦૩ ઇલેક્ટ્રૉનિક ડેટોનેટર, ૩૪૫ નૉન-ઇલેક્ટ્રૉનિક ડેટોનેટર અને વાયરનાં ૨૧ બંડલો મળી આવ્યાં હતાં. આ બંગલાના માલિક યેવલી તુકારામ અને તેની પત્નીની વિસ્ફોટક સામાન સાથે ધરપકડ કરી હતી. અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આ વિસ્ફોટક સામગ્રી નદીવિસ્તારમાં વિસ્ફોટ કરીને ગેરકાયદે રીતે રેતીનું ખનન કરવા માટે ઉપયોગમાં લેવા માટે રખાયા હોવાનું કબૂલ્યું છે, પરંતુ અમે આ વિશે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

virar mumbai news