નવું વર્ષ મોદીમુક્ત ભારતનું રહે એવી મારી શુભેચ્છા : રાજ ઠાકરે

07 April, 2019 12:06 PM IST  |  મુંબઈ

નવું વર્ષ મોદીમુક્ત ભારતનું રહે એવી મારી શુભેચ્છા : રાજ ઠાકરે

રાજ ઠાકરે

ગુઢીપાડવા નિમિત્તે રાજ ઠાકરેએ પોતાના ભાષણની શરૂઆત તમામને શુભેચ્છાઓ આપીને કરી હતી. આવનારું વર્ષ તમારા જીવનમાં આનંદ લઈ આવે અને મોદીમુક્ત ભારત બને એવી શુભેચ્છા રાજે આપી હતી. રાજ ઠાકરેએ શ્રોતાઓને કહ્યું હતું કે તમારા રૂપે મને મહારાષ્ટ્રનાં દર્શન થઈ રહ્યાં છે. રાજે ગઈ કાલે શિવાજી પાર્કમાં જાહેરસભા સંબોધી હતી. સભામાં રાજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હલ્લાબોલ કર્યો હતો અને કહ્યું હતું કે આગામી સમયમાં હું ૮થી ૧૦ સભાઓ કરવાનો છું.

કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ રાજ ઠાકરેનો ઉપયોગ કર્યો છે એમ ભારતીય જનતા પાર્ટીના લોકો કહેતા ફરે છે. હું એટલો મૂર્ખ નથી એમ રાજ ઠાકરેએ સભામાં કહ્યું હતું.

આજે દેશ પર નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બન્નેનું સંકટ ઘેરાયેલું છે એમ જણાવતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘એ દૂર કરવા હું પ્રયત્ન કરીશ. અહીં તેલુગુ અથવા અન્ય કોઈ પક્ષ નથી કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી જ છે. મારા પ્રચારથી તેમને ફાયદો થશે તો હું શું કરી શકું એમાં? ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો ચૂંટાઈને ન આવે એ માટે હું બોલીશ. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે જઈ બંગલા દેશનું નિર્માણ કર્યા બાદ પણ ય્લ્લ્ને ટેકો આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના લોકોને એક વખત પૂછો, ૭૫માં ઇમર્જન્સી લાવવામાં આવી, ૭૭માં ચૂંટણી થઈ ત્યારે ચૂંટણીમાં ઊભા રહેલા જનતા પક્ષને મત આપનાર અસંખ્ય કૉંગ્રેસના લોકો હતા.’

હું કોઈની પાસે જગ્યા માગવા ગયો નથી એમ જણાવતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘તો પણ મારા વિરોધમાં અમુક વાતો થઈ રહી છે. હું મોદીના વિરોધમાં પ્રચાર કરીશ એનો ફાયદો કૉંગ્રેસ અથવા રાષ્ટ્રવાદીને જ થવાનો છે.’

આ પણ વાંચો : કૅબના ડ્રાઇવર સાથે OTP શૅર કરવાનું મોંઘું પડ્યું : 14,000ની ઉચાપત

આપણા વડા પ્રધાનની આખા વિશ્વમાં ફેંકુ તરીકેની જ ઓળખ બની છે એમ જણાવતાં રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. રાજે કહ્યું હતું કે ‘ઇન્ટરનેટ પર ફેંકુ શબ્દ ટાઇપ કરશો તો મોદીનું નામ આવશે. આ મારા વડા પ્રધાનની ઇમેજ આખા વિશ્વમાં છે. છેલ્લાં પાંચ વર્ષમાં મોદીએ અમારા પ્રfનોના જવાબો આપ્યા નથી. રતન તાતાના કહેવાથી હું ગુજરાત ગયો. ત્યાં મેં જે જોયું એના પરથી મને લાગ્યું કે ગુજરાત ઘણું સારું છે. પણ પછી મને ખબર પડી કે મને એ જ બતાવવામાં આવ્યું જે બતાવવાનું હતું.’

raj thackeray mumbai news narendra modi gudi padwa dadar shivaji park Election 2019