પશ્ચિમ રેલવેના જમ્બો બ્લૉક દરમ્યાન ફ્રેરે બ્રિજ તોડી પડાયો

10 February, 2020 10:22 AM IST  |  Mumbai Desk

પશ્ચિમ રેલવેના જમ્બો બ્લૉક દરમ્યાન ફ્રેરે બ્રિજ તોડી પડાયો

આ સમય દરમ્યાન એન્જિનિયરોએ ગર્ડર કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. (તસવીર : અતુલ કાંબળે)

અંધેરીનો બ્રિજ તૂટી પડ્યાની ઘટના પછી સાબદા થયેલા પશ્ચિમ રેલવેએ તમામ બ્રિજની આકારણી કરી એના સ્ટેટસ વિશે માહિતી એકત્ર કરી હતી જેમાં ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ સ્ટેશનની વચ્ચે આવેલા ફ્રેરે બ્રિજની હાલત પણ એકદમ જર્જરિત હોવાનું જણાયું હતું. છેલ્લા ૧૫ દિવસથી કામ કરી રહેલા એન્જિનિયરોએ બ્રિજ તોડવાનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવે પાસે આઠ કલાક માટે મુંબઈ સેન્ટ્રલ અને ચર્ચગેટ વચ્ચે ટ્રેનસેવા બંધ કરવાની માગણી કરી હતી જેને પગલે રેલવેએ શનિવારે રાત્રે ૧૦થી રવિવારે વહેલી સવારે છ વાગ્યા દરમ્યાન જમ્બો બ્લૉક જાહેર કરી મુંબઈ સેન્ટ્રલ અને ચર્ચગેટ વચ્ચેની રેલસેવા રદ કરી હતી. આ સમય દરમ્યાન એન્જિનિયરોએ ગર્ડર કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો.

mumbai mumbai news western railway