કોરોનાની ચકાસણી માટે ઍરપોર્ટ પર લૅબ બનાવો

15 March, 2020 09:30 AM IST  |  Mumbai Desk | Vinod Kumar Menon

કોરોનાની ચકાસણી માટે ઍરપોર્ટ પર લૅબ બનાવો

ઍરપોર્ટ પર જ થવી જોઇએ કોરોનાની તપાસણી

કોરોના વાઇરસનો ચેપ ધરાવનારા લોકો માટે આરોગ્ય નિષ્ણાતોએ શહેરના ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર મિની સ્ક્રીનિંગ લૅબોરેટરી ઊભી કરવાનું સૂચન કર્યું છે, જેથી એન્ટ્રી પૉઇન્ટ પર જ તાકીદનાં પગલાં ભરી શકાય.

અત્યારે અમે ઍરપોર્ટ પર આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જરોના તાપમાનનું સ્ક્રીનિંગ કરીએ છીએ અને કોઈ પણ શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસના કિસ્સામાં અમે તેમને નિર્દિષ્ટ હૉસ્પિટલમાં મોકલીએ છીએ. ઍરપોર્ટની અંદર લૅબોરેટરી શંકાસ્પદ કેસોની ઝડપથી પુષ્ટિ કરવામાં મદદરૂપ નીવડી શકે છે અને સંસર્ગનિષેધ જેવાં પ્રતિરોધક પગલાંઓનો ઝડપી અમલ પણ કરી શકાય છે, તેમ એક સિનિયર ડૉક્ટરે જણાવ્યું હતું.

બીએમસીના એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉ. પદ્મજા કેસકરે જણાવ્યું હતું કે અમે તમામ પ્રકારની પદ્ધતિઓની સજ્જતા માટેની પ્રક્રિયા પર કાર્ય કરી રહ્યા છીએ અને ઍરપોર્ટ પર લૅબોરેટરી સ્થાપવા માટે અમારા ઉપરીઓ પાસેથી લીલી ઝંડી મેળવવાની રાહ જોઈ રહ્યા છીએ. અમે થર્મલ સ્ક્રીનનો પૂર્ણતઃ ઉપયોગ કરી રહ્યા છે અને શંકાસ્પદ કેસોને કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવામાં આવે છે.

સિનિયર ફિઝિશ્યન અને એલર્જી સ્પેશ્યાલિસ્ટ ડૉ. વિકાર શેખે આ સૂચનને આવકાર્યું હતું. વર્તમાન સમયમાં માત્ર કસ્તુરબા હૉસ્પિટલ અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિરોલૉજીના કોવિદ-૧૯ના પરીક્ષણ માટેના સેમ્પલ્સ સ્વીકારી રહ્યા છે જે દિવસમાં બે વાર હાથ ધરવામાં આવે છે. સ્વેબનું પોલિમિરેઝ ચેઇન રિઍક્શન (પીસીઆર) મશીનમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે, જે ઍરપોર્ટ પર ગોઠવી શકાય છે અને આવા કેસો વિશે ઝડપથી જાણકારી મેળવવામાં તે અસરકારક બની રહેશે, આમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે પીસીઆર મશીનો પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ગોઠવવા જોઈએ, કારણ કે અમે તાપમાનની જાણકારી મેળવવા માટે થર્મલ સ્કેનનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે વાસ્તવમાં કોવિદ-૧૯ની જાણકારી મેળવવામાં ઉપયોગી નીવડતા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકારે કટોકટીના ધોરણે મશીનો લગાવવા માટેની પરવાનગી ઝડપથી આપવી જોઈએ.

vinod kumar menon mumbai mumbai news coronavirus