મુંબઈ: પ્રેમિકાનો નગ્ન ફોટો અપલોડ કરીને તેને ગણાવી કૉલગર્લ

08 September, 2019 08:14 AM IST  |  મુંબઈ | દિવાકર શર્મા / નિમેશ દવે

મુંબઈ: પ્રેમિકાનો નગ્ન ફોટો અપલોડ કરીને તેને ગણાવી કૉલગર્લ

માથાફરેલ ભૂતપૂર્વ પ્રેમી દિલીપ જૈન

અંગત સંબંધીઓ ધરાવતા વૉટ્સઍપ-ગ્રુપમાં અશ્લીલ વિડિયો અને ફોટોગ્રાફ લીક કરાતાં ૨૭ વર્ષની વિરારમાં પરિવાર સાથે રહેતી યુવતી ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. યુવતીને આ કાર્ય પાછળ તેના ભૂતપૂર્વ પ્રેમીનો હાથ હોવાની શંકા છે. યુવતીએ તેના ભૂતપૂર્વ પ્રેમી વિરુદ્ધ ચાર એફઆઇઆર નોંધાવ્યા છે તેમ જ પોલીસ-ફરિયાદ પણ કરી છે. જોકે યુવતીનું કહેવું છે કે આ બધાથી તો ઊલટાનું મારી હિંમત વધી ગઈ છે.

યુવતીનો ભૂતપૂર્વ પ્રેમી ૪૩ વર્ષનો મુંબઈનો વેપારી દિલીપ જૈન છે. યુવતી અને જૈન છેલ્લાં ત્રણ વર્ષથી અંતરંગ સંબંધમાં હતાં, પરંતુ બન્નેના સંબંધમાં ખટાશ આવી જતાં યુવતીએ જૈન સાથેના સંબંધ કાપી નાખ્યા હતા, જેને કારણે ત્યાર બાદથી જ તેની સતામણી શરૂ થઈ હતી. કોર્ટે એપ્રિલમાં જૈનને તડીપાર કરી તેને પાલઘર, ભિવંડી અને થાણે તાલુકાના અધિકાર ક્ષેત્રથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. જોકે યુવતીનું કહેવું છે કે જૈન વિરારમાં જ ફરે છે અને મારા પર નજર રાખી રહ્યો છે.

૨૦૧૪માં યુવતી અને જૈનની થયેલી મુલાકાત ધીમે-ધીમે પ્રેમસંબંધમાં પરિણમી હતી, પરંતુ એક તબક્કે બન્ને વચ્ચે ખટરાગ થતાં યુવતીએ જૈન સાથેના સંબંધ કાપી નાખ્યા હતા. જૈન દ્વારા સતામણી કરવામાં આવતાં યુવતીએ ૨૦૧૮ના જાન્યુઆરીમાં વિરાર પોલીસમાં એનસી નોંધાવી હતી. જોકે આમ છતાં જૈને પજવણી ચાલુ રાખતાં યુવતીએ પોલીસમાં એફઆઇઆર નોંધાવતાં જૈનને એક મહિનાની જેલની સજા થઈ હતી. જેલમાંથી જામીન પર બહાર આવ્યા પછી જૈન યુવતીને ઑફિસમાં જઈ વાળ ખેંચીને થપ્પડ મારી અને તેનો સ્માર્ટફોન આંચકીને ભાગી ગયો હતો, જેની તેણે તેનાં માતા-પિતાને જાણ કરી હતી.

બીજી વખત જામીન પર છૂટ્યા પછી જૈને મારી દીકરીને જુદા-જુદા નંબર પરથી ફોન કરીને હેરાન કરવાનું શરૂ કર્યું એમ જણાવતાં યુવતીના પિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તેને બ્લૉક કરી દીધો હતો. ત્યાર પછી તેણે એક બનાવટી ઈ-મેઇલ આઇડી પરથી મેઇલ કરવાની શરૂઆત કરી અને અમને અશ્લીલ સામગ્રી મોકલવા માંડી હતી. આ જ સમયગાળામાં જૈને ફેસબુક પર પ્રોફાઇલ બનાવી યુવતીને કૉલગર્લ ગણાવી તેના અશ્લીલ ફોટો મૂકી મને (તેના પિતાને) તેનો દલાલ ગણાવી મારો નંબર શૅર કર્યો. તેણે રેટ કાર્ડ પણ શૅર કર્યું હતું તથા મારા મિત્રો અને પરિચિતોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા માંડ્યો હતો.’

યુવતીએ વકીલનો સંપર્ક કરતાં તેણે યુવતીને કોર્ટમાં જઈ જૈનના જામીન રદ કરવા અરજી કરવા કહ્યું. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળીને જૈનને તડીપાર કર્યો. જોકે તેનાથી પણ જૈનનાં કરતૂતો ઓછાં ન થતાં યુવતીના પરિવારે મે મહિનામાં ફરીથી એફઆઇઆર નોંધાવ્યો હતો.

એફઆઇઆર નોંધાયાના બીજા દિવસે જૈને ‘મેરી હેસિયત’ નામે વૉટ્સઍપ-ગ્રુપ બનાવી યુવતીના પિતા સહિત અનેક નજીકનાં સગાંને ઍડ કરી યુવતીના નગ્ન ફોટો શૅર કર્યા હતા. યુવતીના પરિવારજનો તો તરત જ ગ્રુપમાંથી નીકળી ગયા, પરંતુ તેના પિતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આને કારણે મારી દીકરીની સામાજિક છબિ ખરડાઈ છે. હવે કઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી. જૈને કોર્ટના આદેશનો પણ અનાદર કર્યો છે, પણ તેની સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

કેસની તપાસ કરનારા અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જૈન તેના ગુનાની ગંભીરતા સમજતો નથી. પોલીસે તેનો સેલફોન જપ્ત કર્યો છે. જોકે તેણે બધું જ ડિલીટ કર્યું હોવાથી હવે પોલીસ ફૉરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ તેની સામે પગલાં લેવામાં આવશે.
એક વકીલે નામ ન જણાવવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જ્યારે બન્ને જણ વચ્ચે પ્રણય સંબંધ હતો એ વખતે અંતરંગ ફોટોની આપ-લે કરી હશે જેને કારણે યુવતીનો કેસ ઘણો અટપટો બન્યો છે.

આ પણ વાંચો : લાલબાગચા રાજાના પંડાલમાં આ વર્ષે ભક્તોનાં ખિસ્સાં વધુ સલામત

જૈનનો સંપર્ક કરાતાં તેણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘યુવતી ચરિત્રહીન છે. હું શા માટે વૉટ્સઍપ-ગ્રુપ બનાવી એમાં તેના પરિચિતો અને સંબંધીઓને ઍડ કરું. આ બધું એ યુવતી પોતે જ કરી રહી છે અને તે માત્ર મને બદનામ કરવા માગે છે. મને આપણી ન્યાયવ્યવસ્થા પર વિશ્વાસ છે.

mumbai mumbai crime news virar