વિચિત્ર ગુનાની અનોખી સજા

12 October, 2019 01:38 PM IST  |  મુંબઈ | દિવાકર શર્મા

વિચિત્ર ગુનાની અનોખી સજા

અનોખી સેવા

સજા એવી હોવી જોઈએ કે એ બોજ ન લાગતાં સજા પામનાર વ્યક્તિને સાચો રસ્તો બતાવીને તેનું જીવન બદલી નાખે. વિરારમાં આવી જ એક ઘટના બની હતી જેની સજા પામનારા મિતેશ સોલંકી, વિધાન શિલાડકર, સચિન યાદવ અને સંતોષ શર્મા નામના ચાર યુવકોએ હસતા મોઢે સ્વીકારી અને એમાંથી શીખ પણ મેળવી.

દિવ્યાંગજનો અને સિનિયર સિટિઝન્સના ઉપયોગ માટે બેસાડવામાં આવેલી લિફ્ટનો ઉપયોગ યુવાનો કરે એ યોગ્ય ન જ ગણાય. વિરાર સ્ટેશનની લિફ્ટનો ઉપયોગ કરતા યુવાનોને જોઈને રેલવે મૅજિસ્ટ્રેટ આર. એન ચવાણે તેમને મોબાઇલ કોર્ટમાં બોલાવી તેમની સામે ગુનો નોંધીને બે સજા ફરમાવી. પહેલી સજા ૬ મહિના જેલની અને બીજી સજા લોકોમાં લિફ્ટના ઉપયોગ વિશે જાગૃતિ આણવાની. આમાંથી એક સજા તેમણે પોતાની ઇચ્છાથી પસંદ કરવાની હતી. યુવાનોએ બીજી સજા પસંદ કરતાં આરપીએફે તેમને પ્લૅકાર્ડ્સ લાવી આપ્યાં.

પોતાને મળેલી સજા વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં મિતેશ સોલંકીએ કહ્યું કે ‘મૅજિસ્ટ્રેટે અમને બોલાવીને કહ્યું કે શિક્ષિત યુવકો આ રીતે દિવ્યાંગજનો અને વયસ્કો માટેની લિફ્ટનો ઉપયોગ કરે એ સારું ન કહેવાય. અમને પણ અમારી ભૂલ સમજાઈ. તેમણે અમને જેલમાં જવા અથવા તો સામાજિક જાગૃતિ ફેલાવવાની એમ બેમાંથી એક સજા પસંદ કરવાની છૂટ આપી. ભારે સામાન લઈ જતી મહિલાઓ અને માછીમાર સ્ત્રીઓએ સમજાવવા છતાં લિફ્ટનો ઉપયોગ કર્યો.

આ પણ વાંચો : બચાડી દીપડી! એને ખબર જ નથી કે, આરે હવે જંગલ નથી

જોકે આ બે દિવસ દરમ્યાન અમને એમ લાગ્યું જ નહીં કે અમે સજા ભોગવી રહ્યા છીએ. લોકોને સમજાવીને લિફ્ટનો ઉપયોગ ન કરતાં પગથિયાં ચડીને જવા તૈયાર કરવામાં સફળ રહ્યા હતા.’ આરપીએફના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે આ ચાર યુવાનોને મળેલી અજોડ સજાએ અન્યોને પણ દાદર ચડીને જવાની પ્રેરણા આપી છે.

virar western railway mumbai news