મુંબઈ: ચર્ની રોડની ઑફિસમાંથી એક કરોડ રૂપિયાના હીરા ચોરાયા

07 May, 2019 11:34 AM IST  |  | દિવાકર શર્મા

મુંબઈ: ચર્ની રોડની ઑફિસમાંથી એક કરોડ રૂપિયાના હીરા ચોરાયા

ડાયમંડ

ચર્ની રોડ સ્થિત ડાયમન્ડ અસોર્ટમેન્ટ કમ પોલિશિંગની ઑફિસમાંથી એક કરોડ રૂપિયા કરતાં વધુ કિંમતના કીમતી પથ્થરો લઈ પલાયન થયેલા ચોરોને પોલીસ શોધી રહી છે. ઑફિસમાં તમામ ચીજો વેરણ-છેરણ થયેલી જોતાં તેમ જ ઑફિસમાં રાખેલા ડાયમન્ડ ગુમ થયાનું ધ્યાન પર આવતાં લગભગ ૫૦ વર્ષના ફરિયાદી સમીર બક્ષીએ બીજી મેએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : મુંબઈ: વિરારમાં ફ્લૅટમાંથી મરેલી બિલાડી મળી આવતાં ચકચાર

લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણીના પહેલાં આવતા રવિવાર અને પછી આવતી મહારાષ્ટ્ર દિનની રજાનો લાભ લઈ ચોરોને રેકી કરવા, ઑફિસમાંથી ચોરી કરવા તેમ જ સીસીટીવી કૅમેરાના ફુટેજ પણ હટાવી દઈ ચોરીના નિશાન મિટાવી અન્ડરગ્રાઉન્ડ થવા પૂરતો સમય મYયો હતો. હવે પોલીસ બક્ષીની દુકાનની આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસી રહી છે.

mumbai mumbai news charni road Crime News