૨૪ જાન્યુઆરીએ અદાલતમાં હાજર રહેવાનું દેવેન્દ્ર ફડણવીસને ફરમાન

05 January, 2020 10:22 AM IST  |  Mumbai Desk

૨૪ જાન્યુઆરીએ અદાલતમાં હાજર રહેવાનું દેવેન્દ્ર ફડણવીસને ફરમાન

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણીની ઍફિડેવિટમાં એમની સામેના કેસીસની માહિતી છુપાવવાના કેસમાં ૨૪ જાન્યુઆરીએ નાગપુરની અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ આર. એમ. સાતવે ફડણવીસને કેસની કાર્યવાહી દરમ્યાન રૂબરૂ હાજર નહીં રહેવાની છૂટ આપતાં જણાવ્યું હતું કે ‘આરોપીએ આવતી તારીખે અનિવાર્યપણે અદાલતમાં હાજર રહેવું પડશે. સુનાવણીની આગામી તારીખે એમને રૂબરૂ હાજર નહીં રહેવાની છૂટ અપાઈ નથી.’

ફડણવીસના વકીલ ઉદય ડબલેએ અદાલતને જણાવ્યું હતું કે ‘ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હાલમાં મહારાષ્ટ્રની જિલ્લા પરિષદોની ચૂંટણીના પ્રચાર તથા પક્ષ તરફથી અન્ય વહીવટી કામગીરીમાં વ્યસ્ત છે. તે ઉપરાંત તેઓ ખેડૂતોને મળીને એમને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો કયાસ કાઢી રહ્યા છે, એ વ્યસ્તતાને કારણે કેસની દરેક સુનાવણીમાં રૂબરૂ હાજરી શક્ય નથી.’ અૅડવોકેટ ઉદય ડબલેનું એ નિવેદન સ્વીકારતાં અદાલતે સુનાવણીની આગામી તારીખે ફડણવીસની હાજરી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

devendra fadnavis nagpur mumbai mumbai news