પ્રોટેમ સ્પીકરપદે દિલીપ વળસે-પાટીલની નિમણૂક સામે ફડણવીસે વાંધો ઉઠાવ્યો

01 December, 2019 01:38 PM IST  |  Mumbai

પ્રોટેમ સ્પીકરપદે દિલીપ વળસે-પાટીલની નિમણૂક સામે ફડણવીસે વાંધો ઉઠાવ્યો

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકરના હોદ્દા પર દિલીપ વળસે-પાટીલની નિમણૂક સામે ગઈ કાલે બીજેપીના નેતા-વિધાનસભ્ય દેવેન્દ્ર ફડણવીસે વાંધો ઉઠાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે પ્રણિત સરકારને બહુમતી પુરવાર કરવા માટેની બેઠક સાથે ગઈ કાલે વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. બપોરે બે વાગ્યે ગૃહની કાર્યવાહીના આરંભ સાથે જ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાનું સત્ર યોજવામાં અને ઉદ્ધવ ઠાકરે પ્રણિત સરકારના પ્રધાનોની શપથવિધિ યોજવામાં બંધારણના નિયમોનું પાલન ન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. 

પ્રોટેમ સ્પીકર દિલીપ વળસે-પાટીલે ફડણવીસના દાવા અને વાંધા નકાર્યા હતા. ફડણવીસે કહ્યું હતું કે ‘ભારતમાં ક્યારેય
એક વખત નિયુક્ત કરવામાં આવેલા સ્પીકર બદલાયા નથી.

બીજેપીના કાલીદાસ કોળંબકરને પ્રો-ટેમ સ્પીકરના હોદ્દા પરથી હટાવીને શા માટે નવા પ્રો-ટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવી?’ એના જવાબમાં દિલીપ વળસે-પાટીલે જણાવ્યું હતું કે રાજ્યના પ્રધાન મંડળને નવા પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. શુક્રવારે બીજેપીના વિધાનસભ્ય કાલીદાસ કોળંબકરના સ્થાને એનસીપીના દિલીપ વળસે-પાટીલને પ્રો-ટેમ સ્પીકરના હોદ્દા પર નિમવામાં આવ્યા હતા.

devendra fadnavis mumbai news