Coronavirus: મૂળ બાંદ્રાના વિશ્વપ્રખ્યાત શૅફ ફ્લોયડ કાર્ડોઝનું નિધન

25 March, 2020 10:13 PM IST  |  Mumbai | Karishma Kuenzang

Coronavirus: મૂળ બાંદ્રાના વિશ્વપ્રખ્યાત શૅફ ફ્લોયડ કાર્ડોઝનું નિધન

શૅપ ફ્લોયડ કાર્ડોઝ

વિશ્વપ્રખ્યાત શૅફ ફ્લોયડ કાર્ડોઝ જેનો Covid-19નો ટેસ્ટ પૉઝીટીવ આવ્યો હતો તેણે ન્યુ યોર્કની સિટી હૉસ્પિટલમાં આ ઇન્ફેક્શન સામે બુધવારે દમ તોડી દીધો છે. તે મુંબઇની બે પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સમાં કો-ઓનર હતો, બોમ્બે કેન્ટિ અને ઓ પેદ્રો. તે આઠમી માર્ચ પછી અમેરિકાથી પોતાના નવા સાહસ બોમ્બે સ્વીટ શોપનાં લૉન્ચ માટે મુંબઇ આવ્યો હતો.

હંગર, ઇંક હોસ્પિટલિટીએ આ અંગે અધિકૃત જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, “અમે ભારે હ્રદય સાથે તમને જણાવીએ છીએ કે શેફ ફ્લોયડ કાર્ડોઝ (59 વય), કો ફાઉન્ડર હંગર ઇન્ક હોસ્પિટાલિટીનું દુઃખદ અવસાન ૨૫મી માર્ચનાં રોજ ૨૦૨૦માં ન્યુ જર્સી, યુએસએમાં થયું છે. તેના માતા બેરિલ, પત્નિ બરખા અને દીકરાઓ જસ્ટિ અને પિટર તેમના પરિવારનાં સદસ્યો છે. 18મી માર્ચે યુએસએમાં તેનો Covid-19નો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો અને તેની સારાવાર માઉન્ટેઇન સાઇડ મેડિકલ સેન્ટર, ન્યુજર્સીમાં ચાલી રહી હતી.” કાર્ડોઝ જ્યાં રહેતો હતો ત્યાં ન્યુયોર્કની હોસ્પિટલમાં તેને દાખલ કરાયો હતો ત્યારે 18માર્ચની આસપાસ તેને તાવ હતો. તેણે પોસ્ટ કર્યુ હતું કે તેને ફ્રેંકફર્ટમાં કદાચ આ ઇન્ફેક્શન લાગ્યું હતું

બાંદ્રા ઇટરી સોલ ફ્રાયનાં માલિક મેલ્ડન ડા’કુન્હા જેમણે કાર્ડોઝ સાથે 1986થી 89 સુધી ઓબેરોયમાં કામ કર્યું હતું તેમણે જણાવ્યું કે તેઓ સાથે ઇન્ડિયન કિચનમાં કામ કરતા હતા. તે પોતાના કામમાં બહુ જ કુશળ હતા અને તેમણે અમેરિકામાં પોતાની આવડતનો ઉપયોગ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.

વિશ્વ આખું ફ્લોય્ડને પ્રતિષ્ઠિત શૅફ તરીકે જ યાદ કરશે ત્યારે તેમના પડોશી મર્લિન ડિસુઝા જે પોતે એક સંગીતકાર છે તેમણે જણાવ્યું કે, “ફ્લોયડને સંગીત-નૃત્યમાં બહુ જ રસ હતો અને મેં ડાયરેક્ટ કરેલા એક મ્યુઝિકલમાં તેણે અભિનય પણ કર્યો હતો. ત્યારે હું પોતે 17 વર્ષની હતી અને તે 19-20નો હશે. તે પોતાના કામ માટે બહુ જ પેશનેટ હતો અને તેનો ભાઇ કિમ અને હું સાથે એક મ્યુઝિક બેંડ પણ ચલાવતા હતા. તે જિંદગીમાં ઘણું બધું કરવા ચાહતો હતો અને માટે જ તે કલિનરીનો અભ્યાસ કરવા સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો. અમને તેની પર ખૂબ ગર્વ હતો. ફ્લોયડનાં મિત્રોનું કહેવું છે કે દુનિયા તેને બહુ જ મિસ જ કરશે, એક દિલદાર મિત્ર તરીકે તથા બાહોશ શૅફ તરીકે.

 

coronavirus covid19 mumbai news bandra mumbai floods