CoronaVirus Effect : મંદિર અને દરગાહમાં પણ લેવાયા સાવચેતીના પગલાં

14 March, 2020 01:00 PM IST  |  Mumbai Desk | Vishal Singh, Faizan Khan, Shirish Vaktania

CoronaVirus Effect : મંદિર અને દરગાહમાં પણ લેવાયા સાવચેતીના પગલાં

મુંબઇમાં કોરોનાના ત્રણ કેસ પૉઝિટીવ મળ્યા છે, જેમાંથી એક થાણામાંથી મળ્યું છે. અને હવે તેથી જ કોઇપણ જોખમ લેવા માગતા નથી, તેથી સુરક્ષાના પગલાં લેવા તેમજ વાયરસને ફેલાતાં અટકાવવાના શક્ય પગલા સિદ્ધિવિનાયક મંદિર અને માહિમ પાસે આવેલી દરગાહમાં પણ લેવામાં આવ્યા છે.

રોજના 70થી 80 હજાર શ્રદ્ધાળુઓ આવતાં હોવાથી મંદિરના એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા મંદિરના પ્રવેશદ્વારે સેનિટાઇઝર રાખવામાં આવ્યા છે, તેમજ દરેક ભાવિક ભક્તો મંદિરની અંદર આવતાં પહેલા તેમના હાથ સેનિટાઇઝરથી સાફ કરે તેની ચોકસાઇ પણ કરવામાં આવી રહી છે. આ સિવાય એડમિનિસ્ટ્રેશન વિભાગે મંદિરની સાફસફાઇ બાબતે પણ મહત્વના પગલા લીધા છે. જેમકે, લોખંડના પાઇપ જે મંદિરમાં પ્રવેશમાં લાઇન બનાવવામાં ગોઠવવામાં આવેલા હોય તે બધું જ દર બે કલાકે સાફ કરવામાં આવે છે.

આ સિવાય મંદિરના કર્મચારીઓ તેમજ પંડિત અને અન્ય 150 પોલીસ કર્મચારીઓને માસ્ક આપવામાં આવ્યા છે. જે તેમના કામ સમય દરમિયાન પહેરી રાખવા તેમની માટે ફરજિયાત છે. એકબીજાને સ્પર્શ ન થાય કે કોરોનાને ચેપ ન ફેલાય તે માટે હાજરી બાબતે બાયોમેટ્રિકનો ઉપયોગ પણ ટાળી દેવામાં આવ્યો છે.

પ્રિયંકા કુલકર્ણી, જે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના CEO છે તેમણે મિડ-ડેને જણાવ્યું કે, "સાવચેતી માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે જેથી લોકોમાં જાગૃતતા લાવી શકાય. પેનિક થવાની જરૂર નથી. આપણે ફક્ત ધ્યાન રાખવાની જરૂર છે."

કુલકર્ણીએ રોજે મંદિરમાં આવતાં ભાવિક ભક્તોની સંખ્યામાં ઘટાડા વિશે પણ વાત કરી છે જે કોરોના વાયરસના ભયને કારણે આવ્યો છે.

ધર્મેન્દ્ર પટેલ, જેની મંદિરની બહાર જ ફુલની દુકાન છે તેમણે મિડ-ડેને જણાવ્યું કે, "શ્રદ્ધાળુંઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે, જ્યાં રોજના 100થી 125 ભક્તો દર્શન માટે આવતાં અને તેની પાસેથી ફુલો ખરીદતાં, જે હવે ઘટીને 70થી 80 થઈ ગયા છે."

આ સાવચેતીના પગલાં ફક્ત મંદિરોમાં જ નહીં પણ દરગાહોમાં પણ લેવામાં આવી રહ્યા છે. જેમકે મુંબઇમાં આવેલી ઐતિહાસિક માહિમ દરગાહમાં પણ કોરોના વાયરસને લીધે જરૂરી સાવધાની વરતવામાં આવી રહી છે.

અહીં પણ દરગાહમાં પ્રવેશ પહેલા એડમિનિસ્ટ્રેશને શ્રદ્ધાળુઓ પોતાના હાથ સેનિટાઇઝરથી સ્વચ્છ કરે તે ફરજિયાત પાડી છે. સાથે જ દરગાહના અધિકારીઓ લોકોને કહેતા રહે છે કે સુફી સંત, મકદુમ અલી માહિમીની દરગાહને સ્પર્શ ન કરવું.

આવા જ કેટલાય સાવચેતીના પગલાંઓ કોરોનાને કારણે અનેક મંદિરો અને મસ્જિદોમાં પણ લેવાઇ રહ્યા છે.

mumbai coronavirus siddhivinayak temple mumbai news