ડૉક્ટરો આરોપી અનિલ ચુગાનીનું સાઇકોલૉજિકલ પ્રોફાઇલિંગ કરશે

11 September, 2019 03:46 PM IST  |  મુંબઈ

ડૉક્ટરો આરોપી અનિલ ચુગાનીનું સાઇકોલૉજિકલ પ્રોફાઇલિંગ કરશે

અનિલ ચુગાની

ત્રણ વર્ષની બાળકી શનાયા હાથીરામાનીને સાતમા માળે આવેલા પોતાના ફ્લૅટની બારીમાંથી ફેંકી દેનાર અનિલ ચુગાનીને સકંજામાં લેવા માટે કોલાબા પોલીસ સાંયોગિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયામાં છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પૂછપરછ દરમ્યાન ચુગાની અમને જણાવી રહ્યો છે કે તે કાળા જાદુનો ભોગ બન્યો છે તથા એનાથી છુટકારો મેળવવા માટે તેણે છોકરીને મારી નાખી હતી. આમ કહીને તે પોતાનો બચાવ કરવા માગતો હોય એમ બની શકે છે. આથી હવે અમે જેજે હૉસ્પિટલમાં તેનું સાઇકોલૉજિકલ પ્રોફાઇલ હાથ ધરવાની પ્રક્રિયામાં છીએ, જેને સાંયોગિક પુરાવા સાથે મૅચ કરવામાં આવશે.’

આ પણ વાંચો : આરે કૉલોનીમાં મેટ્રો કારશેડના વિરોધમાં આદિત્ય ઠાકરે પણ જોડાયા

સાયન હૉસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર સાગર કારિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારના કેસમાં આરોપીનું સાઇકોલૉજિકલ પ્રોફાઇલિંગ અપરાધની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાઇકોલૉજિકલ પ્રોફાઇલ ગુનાના સ્થળ પરથી મળેલા પુરાવા દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે સાઇકોલૉજિકલ થિયરીમાં સમન્વિત છે. ત્યાર બાદ તે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ છે કે નહીં એની ખરાઈ કરવા માટે તેને ચોક્કસ પ્રશ્નો પૂછવામાં આવે છે, તેની માનસિક બીમારીનો ઇતિહાસ જાણવા માટે તે કાળા જાદુ જેવી ભ્રમણાઓથી પીડાઈ રહ્યો છે કે નહીં એ જાણવા માટે કેટલાંક પરીક્ષણ હાથ ધરવામાં આવે છે.

colaba mumbai news mumbai crime news