મીરા-ભાઈંદરમાં કૉફી ‌વિથ યુથ કે પછી કૉફી ‌વિથ વૉર?

28 September, 2019 03:23 PM IST  |  મુંબઈ

મીરા-ભાઈંદરમાં કૉફી ‌વિથ યુથ કે પછી કૉફી ‌વિથ વૉર?

મીરા-ભાઈંદરમાં કૉફી ‌વિથ યુથ કે પછી કૉફી ‌વિથ વૉર?

મુંબઈઃ (‌મિડ-ડે પ્ર‌તિ‌‌નિ‌‌‌ધિ) બીજેપી દ્વારા દેશભરમાં કૉફી ‌વિથ યુથના યુવાસંવાદ નામના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેની શરૂઆત મીરા-ભાઈંદરથી કરવામાં આવી છે પરંતુ આવા પહેલા જ કાર્યક્રમમાં ભાઈંદર ‌વિધાનસભા મતદાર સંઘ માટે ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોના સમર્થકો વચ્ચે તૂતૂ-મૈંમૈં થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ભાઈંદરના મૅક્સસ મૉલમાં આયોજિત આ કાર્યક્રમમાં દિલ્હીના સંસદસભ્ય મનોજ તિવારી સામે જ સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર અને પાલિકાના ભૂતપૂર્વ મેયર અને બીજેપીનાં નગરસેવિકા ગીતા જૈનના કાર્યકરોએ સામસામા સૂત્રોચ્ચાર કરતાં માહોલ ખરાબ થઈ ગયો હતો.
સ્ટેજ પર ફક્ત બે જ ખુરસી મૂકવામાં આવી હતી. એના પર મુખ્ય અ‌તિથ‌િ અને પ્રોટોકૉલ પ્રમાણે સ્થાનિક ‌વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા બેઠા હતા. મેયર અને અન્ય પદા‌ધિકારીઓ તથા નેતાગણ ખુરસીઓની પહેલી લાઇનમાં બેઠા હતા, જ્યારે કે મીરા-ભાઈંદરનાં ભૂતપૂર્વ મેયર અને નગરસેવિકા ગીતા જૈનને બેસવા માટે જગ્યા ઉપલબ્ધ ન કરાઈ હોવાથી તેમણે સ્ટેજ પાસે ઊભાં રહેવું પડ્યું હોવાથી મામલો બીચક્યો હતો.

mira road bhayander mumbai