નાગરિકતા કાયદો: મુંબઈમાં પણ વિરોધનો આક્રોશ

20 December, 2019 08:02 AM IST  |  Mumbai

નાગરિકતા કાયદો: મુંબઈમાં પણ વિરોધનો આક્રોશ

આઝાદ મેદાનમાં યોજાયેલા નાગરિકતા કાયદાના વિરોધના પ્રદર્શનમાં ૨૫,૦૦૦થી વધુ સંખ્યામાં લોકો જોડાયા હતા.

રાજકીય પક્ષના કાર્યકરો અને સ્ટુડન્ટ્સ‍ે ગઈ કાલે મુંબઈના ઐતિહાસિક ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં સિટિઝનશિપ ઍક્ટનો વિરોધ કર્યો હતો. આખું મેદાન વિરોધકોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. પુણે અને નાગપુરમાં પણ આ જ પ્રકારે વિરોધ નોંધાવાયો હતો. આ જ મેદાનમાં ૧૯૪૨માં મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોને દેશ છોડી જવાની હાકલ કરી હતી.

સ્લોગન બતાવતી મહિલા 

વિરોધકર્તાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ ‘તાનાશાહી નહીં ચલેગી’ એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાંથી સ્ટુડન્ટ્સ, વિવિધ સમાજ અને રાજકીય પક્ષોના સભ્યો બૅનર્સ, પ્લૅકાર્ડ્સ અને હૅન્ડબિલ્સ પકડીને મેદાન તરફ આગળ વધી રહ્યા હતા. આ પ્લૅકાર્ડ્સ પર ‘હિન્દુ-મુસ્લિમ એક હૈં, મોદી-શાહ ફેક હૈ’,

ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર. તસવીર : અતુલ કાંબળે.

‘સબ તાજ ઉછાલે જાએંગે, સબ તખ્ત ગિરાએ જાએંગે’, ‘કિસી કે બાપ કા થોડી હૈ હિન્દુસ્તાન’ અને ‘સ્ટૉપ ડિવાઇડિંગ ઇન્ડિયા’ જેવાં સૂત્રો લખ્યાં હતાં. જોકે વિરોધના આ સ્થળ પર શિવસેનાના કાર્યકરો જોવા મળ્યા નહોતા. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા લગભગ ૨૦૦૦ પોલીસો તહેનાત કરવામાં આવ્યા હતા.

તેમજ ફિલ્મી કલાકાર સુશાંતસિંગ 

વિવાદાસ્પદ સીએએ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ

વિવાદાસ્પદ સીએએ સામે ન્યુ યૉર્ક અને જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ દર્શાવાયો હતો. ન્યુ યૉર્કમાં બુધવારે સાંજે પાંચથી સાડાછ દરમ્યાન ભારતીય દૂતાવાસની સામે જમા થઈને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે કે મેગદબર્ગમાં સાંજે ચાર વાગ્યાના સમયે ઓલ્ડ માર્કેટની સામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ભારતમાં વિરોધને દબાવવા માટે હિંસાનો ઉપયોગ થવો એ કોઈ પ્રથમ ઘટના નથી. કહેતા દુ:ખ થાય છે કે લોકશાહીમાં વિરોધના અધિકાર બજાવનારને પોલીસની લાઠીથી થતી હિંસાનો સામનો કરવો પડે છે જે ઘણી વખત સ્ટુડન્ટ્સને આજીવન પંગુતા બક્ષે છે.

grant road mumbai mumbai news farhan akhtar shibani dandekar