ભારતીય પરિવાર ધરાવતા પાકિસ્તાનના નાગરિકને જોઈએ છે નાગરિકત્વ

06 January, 2020 11:46 AM IST  |  Mumbai Desk | sami ullah khan

ભારતીય પરિવાર ધરાવતા પાકિસ્તાનના નાગરિકને જોઈએ છે નાગરિકત્વ

ઉંમરના સાતમા દાયકાએ પહોંચેલા પાકિસ્તાની નાગરિક મોહમ્મદ સુલતાન હાલમાં ૪૫ દિવસના વિઝા પર માલવણી આવ્યા છે. રિંદનાં ભારતીય બાળકોએ તેમના પિતા જીવનનાં આખરી વર્ષો તેમની સાથે પસાર કરી શકે એ માટે તેમને ભારતીય નાગરિકત્વ આપવાની માગણી કરી છે. રિંદનું કાયમી રહેઠાણ પાકિસ્તાનમાં સિંધના નૌશારો ફિરોઝ જિલ્લામાં આવેલું છે. તેઓ ૨૦૧૫માં આઇએસઆઇએસમાં જોડાવા માટે સિરિયા ગયેલા ત્રણ મુંબઈવાસી પૈકીના એક અયાઝ સુલતાનના પિતા છે.

રિંદની પુત્રી શાયનાએ જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન કુવૈતમાં પસાર કર્યું હતું. હવે તેઓ તેમનાં ભાઈ-બહેનો અને તેમના પરિવાર સાથે પાકિસ્તાનમાં રહે છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ અમારી સાથે રહે. મારા પિતાને માનવીય આધારે ભારતીય નાગરિકત્ત્વ મળવું જોઈએ તેમ તેણે કહ્યું હતું.
રિંદના સૌથી મોટા પુત્ર ઇરફાને જણાવ્યા અનુસાર અમે અમારા બીમાર અને વયોવૃદ્ધ પિતાને મદદ નથી કરી શકતા, કારણ કે તેઓ પાકિસ્તાનના છે અને અમે ભારતીય છીએ, આ ઘણું દુખદ છે.
૭૫ વર્ષના રિંદે કુવૈતમાં ૪૫ વર્ષ સુધી શેફ તરીકે કામ કર્યું હતું. ત્યાં તેઓ ભારતીય ઝુબેદાને મળ્યા હતા અને ૧૯૭૯માં તેની સાથે મુંબઈ આવ્યા હતા. તેઓ ૧૯૭૯ની ૧૦ સપ્ટેમ્બરે ઝુબેદાની પુત્રી રઝિયાને પરણ્યા હતા અને કામ માટે કુવૈત જતા રહ્યા હતા. તેઓ ઘણી વખત તેમનાં પત્ની અને સાસુને મળવા માટે મુંબઈ આવતા હતા.
ઝુબેદાના અવસાન પછી રઝિયા તેનાં ચાર બાળકો મોહમ્મદ ઇરફાન, અયાઝ સુલતાન, સમીરા અને શાયના સાથે ગોરેગામ રહેવા જતી રહી હતી. ત્રણ વર્ષ અગાઉ રિંદે વૃદ્ધાવસ્થાને કારણે નોકરી છોડીને રિંદ આવીને વસવાટ કર્યો હતો. છેલ્લે તેઓ ૨૦૧૬માં મુંબઈ આવ્યા હતા, જ્યારે અયાઝ આઇએસઆઇએસમાં જોડાયો હતો.
આ વખતે તેઓ વાઘા બૉર્ડર પર દસ્તાવેજો ક્લિયર થયા બાદ રોડમાર્ગે આવ્યા છે. તેઓ ગઈ ૧૧ ડિસેમ્બરે મુંબઈ આવ્યા હતા. તેઓ અને તેમના ભાઈઓ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે. અમારો વિસ્તૃત પરિવાર અત્યંત વ્યસ્ત હોવાથી તેમની કાળજી લઈ શકતો નથી એમ રિંદનાં પત્ની રઝિયાએ જણાવ્યું હતું.

mumbai