મુંબઈ મહાનગરપાલિકા એક રૂપિયામાં વૉટર એટીએમ શરૂ કરશે

04 September, 2019 04:24 PM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

મુંબઈ મહાનગરપાલિકા એક રૂપિયામાં વૉટર એટીએમ શરૂ કરશે

વૉટર એટીએમ

આવતા ડિસેમ્બર મહિનાથી મુંબઈ મહાનગરપાલિકા લોકોની વધારે અવરજવર ધરાવતા વિસ્તારોમાં એક રૂપિયામાં પીવાનાં પાણીની પરબો શરૂ કરશે. મહાપાલિકા એ બજેટમાં જાહેર કરેલી એની ટાઇમ વૉટર(ATW)ની યોજનાને હવે કાર્યાન્વિત બનાવે છે. ATW અથવા વૉટર ATMs ના સંચાલન માટે કૉન્ટ્રૅક્ટર્સ નિયુક્ત કરવાની તૈયારી ચાલે છે.

મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર પ્રવીણ દરાડેએ જણાવ્યું હતું કે ‘એક રૂપિયામાં પાણીની પરબો અથવા ATW અથવા વૉટર ATMs મુખ્યત્વે દરિયાકિનારા, બગીચા તથા લોકોની વધારે અવરજવરના ક્ષેત્રોમાં ડિસેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે. વૉટર ATMs પર ફિલ્ટ્રેશન પ્રોસેસ કરેલું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. કૉન્ટ્રૅક્ટર્સને એ ઠેકાણે એડ્વર્ટાઇઝિંગના અધિકારો દ્વારા આવક થશે.

આ પણ વાંચો : મુંબઈમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર, સ્કૂલ-કોલેજ બંધ

વૉટર ATMs મશીન્સને રિફિલિંગ વૉટર સપ્લાય કનેક્શન સાથે અટૅચ કરવામાં આવશે. એની ક્વૉલિટી પૅકેજ્ડ બોટલ્ડ પાણી જેવી રહેશે. લોકોને બોટલ્ડ વૉટર ખરીદવાનો ખર્ચ ઘટાડવા અને શહેરમાં પ્લાસ્ટિકની બોટલ્સનો કચરો ઘટાડવાના ઇરાદે આ યોજના ઘડવામાં આવી છે.

brihanmumbai municipal corporation chetna yerunkar mumbai news