મુંબઈ: સુધરાઈના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ટ્વિટર-હૅન્ડલનો નવો અવતાર!

13 June, 2019 10:50 AM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

મુંબઈ: સુધરાઈના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ટ્વિટર-હૅન્ડલનો નવો અવતાર!

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસનું ટ્વિટર-હૅન્ડલ ખાસ્સું લોકપ્રિય છે ત્યારે બીએમસી ઇચ્છે છે કે તેનું ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ-અકાઉન્ટ પણ મહત્તમ પહોંચ ધરાવે અને આમ કરવા માટે બીએમસીએ ચોમાસા દરમ્યાન ડિઝૅસ્ટર સેલના ટ્વિટર-અકાઉન્ટ માટે કામ કરવા મુંબઈ પોલીસના ટ્વિટર- હૅન્ડલનું સંચાલન કરનારા વિશેષજ્ઞોને સાંકYયા છે. જોકે હજી કશું સત્તાવાર નથી, પણ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગના અધિકારીઓને તેમની ટ્વિટ વધારે આકર્ષક અને સરળ કેવી રીતે બનાવવી એ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે.

૧૧ જૂને નવા અવતાર સાથે બીએમસીના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ યુનિટે ટ્વિટ કરી હતી, જ્યારે આપણે સાથે મળીને સમસ્યા પર ધ્યાન આપીએ છીએ ત્યારે દરેક ઉપાય વધુ નજીક આવે છે! મુંબઈ, ચાલો, એક સામૂહિક જવાબદારી તરીકે શહેરના પ્રશ્નોનું નિવારણ લાવવાનો સંકલ્પ કરીએ, કારણ કે સાથે મળીને ભરવામાં આવેલું કોઈ પણ કદમ નાનું નથી હોતું અને એ જ રીતે સાથે મળીને કરવામાં આવેલી કોઈ ટ્વિટ નાની નથી હોતી

સોશ્યલ મીડિયા પર બીએમસી તરફ ધ્યાન ખેંચવામાં મદદ કરતાં શિવસેનાની યુવા પાંખના વડા આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરી હતી, ચલા, મુંબઈ ટ્વિટ કરા.

 ચાલો આપણા નાગરિક પ્રશ્નો અંગે ટ્વિટ કરીએ અને એનું નિરાકરણ લાવીએ! આ આપણું શહેર છે, આ આપણું બીએમસી છે, આપણા સૌના માટે!

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર-કચ્છ તરફની પશ્ચિમ રેલવેની પંદર ટ્રેનો રદ કરાઇ

આપણે જાગૃતિ લાવીશું, આપણે નિરાકરણ લાવીશું અને આપણે સાથે મળીને રહીશું એ શહેરમાં, જેને આપણે પ્રેમ કરીએ છીએ: મુંબઈ!

mumbai mumbai rains mumbai news chetna yerunkar