શહેરની તમામ વૉર્ડ-ઑફિસમાં ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમથી 24 કલાક નજર રખાશે

11 August, 2019 02:14 PM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

શહેરની તમામ વૉર્ડ-ઑફિસમાં ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમથી 24 કલાક નજર રખાશે

ડિઝેસ્ટર કન્ટ્રોલ રૂમમાં બેસીને નજર રાખી રહેલા કર્મચારીઓ.

શહેરના વિસ્તારમાં પૂરની શક્યતા હોય, ગેરકાયદે કચરો ઠલવાતો હોય કે પછી વેળાસર કચરો ઉઠાવાતો ન હોય તેવાં સ્થળોએ નજર રાખવા ટૂંક સમયમાં સ્થાનિક વૉર્ડ-ઑફિસમાં ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે, જે દિવસભર સંપૂર્ણ વૉર્ડ પર નજર રાખશે.

નામ ન જાહેર કરવાની શરતે મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયે પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (ડિઝાસ્ટર સેલ)ને સીએસએમટીના મુખ્ય મથકમાં છે તેવી વિડિયો વૉલ શહેરના તમામ ૨૪ વૉર્ડમાં ઊભી કરવા આદેશ આપ્યો છે. ડિઝૅસ્ટર સેલે આ માટે રાજ્ય સરકારને પત્ર દ્વારા આ પ્રોજેક્ટ અને તેના ખર્ચ વિશે જાણ કરી વિડિયો વૉલ ઊભી કરવાની પરવાનગી માગતો પત્ર લખ્યો છે.

આ પણ વાંચો : પૂરગ્રસ્ત સાંગલી જિલ્લામાં હેલિકૉપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવાની શરૂઆત કરાઈ

અત્યારે બીએમસી અને ડિઝૅસ્ટર સેલ રાજ્યના ગૃહ ખાતા દ્વારા શરૂ કરાયેલા ૫૦૦૦ સીસીટીવી કૅમેરા ધરાવતી અને ૩.૧૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી વિડિયો વૉલ મારફતે શહેર પર નજર રખાઈ રહી છે. અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે તમામ વૉર્ડને સીસીટીવી કૅમેરા બેસાડી શકાય એવાં ૫૦૦ સ્થળ સૂચવવા જણાવ્યું હતું.

brihanmumbai municipal corporation mumbai news mumbai rains chetna yerunkar