મુંબઈ :પાર્ક્‍સ અને ગાર્ડન્સ પરનું નિયંત્રણ છોડી દેવાની ફિરાકમાં બીએમસી

25 July, 2019 11:37 AM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

મુંબઈ :પાર્ક્‍સ અને ગાર્ડન્સ પરનું નિયંત્રણ છોડી દેવાની ફિરાકમાં બીએમસી

બીએમસી ગાર્ડન

મુંબઈ મહાનગરપાલિકાએ ઓપન સ્પેસ પોલિસી નામનો વીંછીનો દાબડો ફરી ખોલ્યો છે. પાલિકાએ ૨૦૧૫માં ઘડેલા ઓપન સ્પેસ પોલિસી પાર્ક્સ મુસદ્દા સામે ઊહાપોહ થતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ પોલિસી સંબંધી કાર્યવાહી રોકી હતી. હવે પર્યાવરણવાદીઓએ ફરી માગણી કરતાં પાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ ગાર્ડન ડિપાર્ટમેન્ટને બગીચા નાગરિકો, કૉર્પોરેટ ઉદ્યોગ ગૃહો, એડવાન્સ્ડ લોકાલિટી મૅનેજમેન્ટ ગ્રુપ્સ કે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સને સોંપવાની શક્યતાનો અભ્યાસ કરવાનો આદેશ આપ્યો છે. અત્યારે ૧૯૦ જેટલા પાર્ક્સ અને ગાર્ડન્સનું નિયંત્રણ બીએમસી પાસે છે અને એનું જતન પાલિકા દ્વારા જ કરાય છે. જોકે ચાર વર્ષ પહેલાં નીતિ બદલવાના નિર્ણય પછી હજી ૨૬ પ્લૉટ બીએમસીના નિયંત્રણ હેઠળ નથી.

પ્રવીણ પરદેશી

પોલિસીના અનુસંધાનમાં પાર્ક‍્સ અને ગાર્ડન્સ સ્થાનિક રહેવાસીઓનાં સંગઠનો અને સામાજિક સંસ્થાઓ સહિતના વિવિધ તંત્રોને ઍડૉપ્ટ કરવા દેવાની જોગવાઈ છે. નવી જોગવાઈની વિચારણાને ધ્યાનમાં રાખીને કૉન્ગ્રેસના નગરસેવક આસિફ ઝકરિયાએ જણાવ્યું હતું કે ‘જો સાર્વજનિક ખુલ્લી જગ્યાઓનો કમર્શિયલ વપરાશ કરવાની છૂટ અપાતી હોય તો એ નાગરિક સંગઠનોને દત્તક ધોરણે આપવાનો અર્થ શો છે? મુંબઈ મહાનગરપાલિકા પાસે ઘણાં નાણાં છે. બગીચા-પાર્ક્સ સાચવવાની પાલિકાની જવાબદારી છે. એ સ્થિતિમાં નાગરિકો અને સંસ્થાઓને સોંપવાને બદલે પાલિકાએ જ એ જવાબદારી નિભાવવી જોઈએ.’

મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૦૭માં જુદા જુદા પ્લોટ્સ, પાર્ક્સ, બગીચા સંસ્થાઓ અને કૉર્પોરેટ્સને દત્તક ધોરણે આપવાની શરૂઆત કરી હતી, પરંતુ એ વિષયની નીતિ રદ કરીને નવી નીતિ ઘડવાની શરૂઆત કરવામાં આવી હતી. ૨૦૧૫માં પાલિકાએ નવી નીતિ ઘડી હતી, પરંતુ એમાંથી કૅરટેકરની જોગવાઈ હટાવીને દત્તક આપવાની જોગવાઈના આગ્રહ સાથે એ નીતિનો મુસદ્દો પડતો મૂકવામાં આવ્યો હતો. જોકે એ જોગવાઈમાં પણ ભ્રષ્ટાચાર અને સાર્વજનિક ભૂખંડોના દુરુપયોગને પાછલે બારણે પ્રવેશ મળ્યો હતો.

mumbai brihanmumbai municipal corporation devendra fadnavis mumbai news chetna yerunkar