બેસ્ટ જનતાના પૈસે દોડે છે ત્યારે લોકોને જ સજા કેમ આપો છો?

16 January, 2019 10:56 AM IST  | 

બેસ્ટ જનતાના પૈસે દોડે છે ત્યારે લોકોને જ સજા કેમ આપો છો?

ભૂતકાળની સ્ટ્રાઇકનું પુનરાવર્તન થશે? : રમકડાની બેસ્ટની બસ સાથે બસ-સ્ટૉપ પર ઊભેલું આ બાળક તેની મમ્મી સાથે બસની રાહ જોઈ રહ્યું છે. ૧૯૭૪માં જ્યૉર્જ ફર્નાન્ડિસના નામે ૧૦ દિવસથી વધુ હડતાળનો રેકૉર્ડ હતો. બેસ્ટના કર્મચારીઓની હડતાળનો આજે નવમો દિવસ હોવાથી અહીં પ્રfનાર્થ સર્જાઈ રહ્યો છે કે શું ઇતિહાસ ફરી સર્જાશે? તસવીર : નિમેષ દવે

છેલ્લા આઠ દિવસથી બેસ્ટના કર્મચારીઓની હડતાળને કારણે પચીસ લાખ પ્રવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ગઈ કાલે હાઈ કોર્ટે હડતાળને સમસ્યાનો ઉકેલ ન ગણાવતાં બેસ્ટની બસ-સર્વિસની હડતાળનું એલાન કરનારા શશાંક રાવના યુનિયન બેસ્ટ કૃતિ સમિતિની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને તત્કાળ હડતાળ પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. યુનિયનને હડતાળ પાછી ખેંચીને ઉચ્ચ સ્તરની સમિતિ સાથે ચર્ચા કરવાનો આદેશ હાઈ કોર્ટે સોમવારે આપ્યો હતો, પરંતુ બેઠકમાં કંઈ વળ્યું નહોતું. છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી બેસ્ટના કર્મચારીઓની હડતાળના મુદ્દે ગઈ કાલે ફરી હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈ કોર્ટે કર્મચારી યુનિયન અને પ્રશાસનને સમાધાનપૂર્વક આ સમસ્યાનો ઉકેલ લાવવાનું નર્દિેશન કર્યું હતું. હડતાળને કારણે સામાન્ય નોકરિયાત વર્ગ, વૃદ્ધો, દરદીઓ અને વિદ્યાર્થીઓ વિના કારણે હેરાનગતિ ભોગવી રહ્યા છે. ઉશ્કેરાયેલા પ્રવાસીઓએ હડતાળ પર ઊતરેલા કર્મચારીઓને નોકરી પરથી કાઢવાની માગણી કરી હતી.

બેસ્ટ જનતાના પૈસાથી દોડે છે ત્યારે લોકોને સજા આપવી એ ક્યાંનો ન્યાય? એવો પ્રશ્ન કરીને હાઈ કોર્ટે તાકીદે હડતાળ પાછી ખેંચવાનો આદેશ આપતાં બેસ્ટની હડતાળ પાડનારા યુનિયન બેસ્ટ કૃતિ સમિતિને કહ્યું હતું કે ‘તમારી માગણી બાબતે અમે બેસ્ટને સમયપત્રક બનાવીને આપીશું. મંગળવાર રાત સુધીમાં હડતાળ પાછી ખેંચવા બાબતે તમારે નિર્ણય લેવાનો છે. બુધવારે સવારે એની જાણ અમને કરવી.’

બેસ્ટ પ્રશાસને ફેબ્રુઆરીથી કર્મચારીઓને વેતનમાં વધારો આપવાની ખાતરી આપી હતી અને અન્ય માગણીઓ બાબતે બાંધછોડ કરવાની તૈયારી કોર્ટમાં દર્શાવી હતી. દરમ્યાન બેસ્ટ પ્રશાસન દ્વારા કર્મચારીઓની માગણીને સકારાત્મક પ્રતિસાદ મળતાં ટૂંક સમયમાં હડતાળનો અંત આવે એવાં એંધાણ છે.

બેસ્ટની હડતાળ બાબતે ગઈ કાલે સવારે મંત્રાલયમાં થયેલી ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો. બેઠકમાં સંગઠનની માગણી અને ખામીઓ પર ચર્ચા થઈ હતી. આ મામલે ઉચ્ચસ્તરીય સમિતિ જે અહેવાલ કોર્ટમાં આપશે એ માન્ય રાખવામાં આવશે એવી ખાતરી બેસ્ટ કૃતિ સમિતિના નેતા શશાંક રાવે આપી હતી. ત્યાર બાદ આ પ્રકરણે મધ્યસ્થી કરવા માટે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મેયરના બંગલામાં બેઠક થઈ હતી.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીની તૈયારી

જોકે એમાં પણ કોઈ નિર્ણય લઈ શકાયો નહોતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ મુખ્ય સચિવ દિનેશકુમાર જૈનના નેતૃત્વ હેઠળ કર્મચારી નેતા અને બેસ્ટ પ્રશાસન સાથે મંત્રાલયમાં બેઠક થઈ, પરંતુ એમાંય સમાધાનપૂર્વક ઉકેલ મળ્યો નહોતો.

mumbai news devendra fadnavis uddhav thackeray brihanmumbai electricity supply and transport